Get The App

રાવપુરાનો નામચીન શહેજાદ પીપોડી પાસા હેઠળ જેલભેગો

Updated: Feb 16th, 2024

GS TEAM

Google News
Google News
રાવપુરાનો નામચીન શહેજાદ પીપોડી પાસા હેઠળ જેલભેગો 1 - image


વડોદરા, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

વડોદરાના રાવપુરા વિસ્તારના નામચીન ગુનેગાર શહેજાદને પોલીસે જુગારધારા ના કેસમાં ધરપકડ કર્યા બાદ પાસા હેઠળ જેલમાં મોકલી આપ્યો છે.  

રાવપુરા નવાબનાવાડામાં રહેતા શહેજાદ ઉર્ફે પીપોડી અનવર અહેમદ શેખ સામે ખૂન, ખુનનો પ્રયાસ, રાયોટીંગ, મારામારી અને જુગાર ધારાના 15 જેટલા કેસો થયા હતા. કારેલીબાગ પોલીસે તેની જુગાર ના કેસમાં અટકાયત કરી હતી.     

પોલીસ કમિશનરે નામચીન ગુનેગારને પાસા હેઠળ અટકમાં લેવાનો હુકમ કરતા પોલીસે શહેજાદની અટકાયત કરી ભુજ જેલમાં મોકલી આપ્યો છે.

Tags :