Get The App

12 વર્ષની બાળકી સાથે ઉપર બળાત્કાર ગુજારનાર હવે આખી જીંદગી જેલમાં વિતાવશે

સાવલી કોર્ટે પોક્સો એક્ટ હેઠળ 40 વર્ષના આરોપીને આજીવન જેલની સજા ફટકારી

Updated: Jul 3rd, 2024

GS TEAM

Google News
Google News
12 વર્ષની બાળકી સાથે ઉપર બળાત્કાર ગુજારનાર હવે આખી જીંદગી જેલમાં વિતાવશે 1 - image


વડોદરા : વાઘોડિયા તાલુકામાં ૩ વર્ષ પહેલા ૧૨ વર્ષની બાળકીને ઘરમાં ખેંચી જઇને બળાત્કાર ગુજારનાર આરોપીને સાવલી કોર્ટે પોક્સો એક્ટ હેઠળ આજીવન જેલની સજા અને રૃ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. આરોપીએ હવે આખી જિંદગી જેલના સળિયા પાછળ પસાર કરવી પડશે.

કેસની વિગત એવી છે કે વાઘોડિયા પોલીસ મથકે તા.૧૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ મુજબ માતા-પિતા મજૂરીએ ગયા હતા અને સાંજે પરત આવ્યા ત્યારે ૧૨ વર્ષની પુત્રી રડી રહી હતી. માતાએ કારણ પૂછતા પુત્રીએ કહ્યું હતું કે આજે બપોરે તુવેર દાળ લેવા ગઇ હતી ત્યારે બજારમાં સુરેશ વસ્તાભાઇ રાઠોડિયા (રહે. શાંતિનગર, નવીનગરી, સણોલી)એ રોકી હતી અને મને કહ્યું હતું કે દુકાનેથી મીઠી સોપારી લઇને આવજે. હું દાળ લઇને ઘરે જતી હતી ત્યારે મને સુરેશે રોકી હતી અને પુછ્યું હતું કે સોપારી લાવી ? મેં ના કહી તો મારૃ મોઢુ દબાવીને  હાથ ખેંચીને તે પોતાના ઘરમાં લઇ ગયો હતો.ઘરમાં બકરાવાળા રૃમમાં મને લઇ જઇને મારી સાથે દુષ્કર્મ કર્યુ હતું.

કોર્ટે ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૃ.10.50 લાખનું વળતર ચૂકવવા પણ સૂચના આપી

દુષ્કર્મનો ભોગ બનનાર ૧૨ વર્ષની બાળાની માતાએ આ સંદર્ભે વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે કેસ સાવલી કોર્ટમાં ચાલી જતાં સ્પે.પોક્સો જ્જ જે.એ. ઠક્કરે પોલીસે રજૂ કરેલા પુરાવા અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને સુરેશ રાઠોડિયાને આજીવન જેલની સજાનો  હુકમ કર્યો છે. આ ઉપરાંત, દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને ૧૦.૫૦ લાખનુ વળતર ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ચૂકવી આપવા અને આરોપી રૃ.૫૦ હજારનો દંડ ભરે તે પણ બાળકીને ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સૂચના આપી છે.
Tags :