મહુવા-સુરત સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં ૫ દિવસ દોડશે
- અમદાવાદ 20 મિનિટ ટ્રેન રોકાશે
અમદાવાદ,તા.19 ઓગષ્ટ 2021, ગુરૂવાર
અમદાવાદ થઇને પસાર થતી મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તા.૨૦ ઓગષ્ટથી અઠવાડિયામાં પાંચ દિવસ માટે દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે.
ટ્રેન નં. ૦૯૦૫૦ મહુવાથી ૧૯ઃ૩૫ કલાકે ઉપડીને ૦૨ઃ૧૫ કલાકે અમદાવાદ પહોંચશે. અમદાવાદ ૨૦ મિનિટના રોકાણ બાદ આ ટ્રેન ૦૨ઃ૩૫ કલાકે ઉપડીને બીજા દિવસે સવારે ૬ઃ૩૫ કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન મંગળ, બુધ, શુક્ર, રવિ અને સોમવારે દોડાવાશે.
પરતમાં ટ્રેન નં. ૦૯૦૪૯ સુરતથી ૨૨ઃ૦૦ કલાકે ઉપડીને અમદાવાદ ૦૨ઃ૦૦ કલાકે પહોંચશે અને ૦૨ઃ૨૦ કલાકે ઉપડીને બીજા દિવસે સવારે ૦૯ઃ૦૫ કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન તા.૨૧ ઓગષ્ટથી સોમ, મંગળ, ગુરૂ, શનિ અને રવિવારે દોડશે.
અન્ય એક સ્પેશિયલ ટ્રેન ૦૯૦૯૭ સુરત-મહુવા તા.૧૯ ઓગષ્ટે સુરતથી ૧૬ઃ૦૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૪ઃ૧૫ કલાકે મહુવા પહોંચશે આ ટ્રેન ફક્ત એક દિવસ માટે દોડાવાશે.
મૂળ ટ્રેન નં ૧૨૯૪૫/૪૬ (૦૯૦૭૧/૭૨ સ્પેશિયલ) સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ તા.૨૫ ઓગષ્ટથી બંને દિશામાં રદ રહેશે. મુસાફરો ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ સહિતની વધુ માહિતી રેલવેની વેબસાઇટ પરથી મેળવી શકશે.