પ્રેમીએ ગળુ દબાવી પ્રેમિકાની હત્યા કરી લાશને લટકાવી આત્મહત્યા પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ
ચિલોડામાં ત્યકતા મહિલા પરિવારની નારાજગી છતાં પરિણીત પુરુષ સાથે રહેતી હતી
હત્યા કર્યા બાદ પ્રેમી પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો
અમદાવાદ,શનિવાર
ચિલોડામાં પરિણીત પ્રેમી સાથે રહેતી ત્યક્તા મહિલાની પ્રેમીએ ગળું દબાવીને હત્યા કરી હતી અને લાશને લટકાવીને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જો કે હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો હતો. પોલીસ તપાસમાં મહિલા રાજસ્થાનમાં પતિ અને સંતાનોને છોડી સંતાનના પિતા સાથે પ્રેમી ચિલોડામાં રહતી હતી. દરમિયાન શુક્રવારે સવારે બન્ને વચ્ચે તકરાર થતા પ્રેમીએ પ્રમીકાને ગળું દબાવી હત્યા કરી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યા કર્યા બાદ પ્રેમી પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો, પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
સરદારનગરમાં નોબલનગર ખાતે રહેતા આધેડે સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોબલનગર સંજયનગરના છાપરામાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની નાની બહેનના લગ્ન ૨૨ વર્ષ પહેલા રાજસ્થાનમાં થયા હતા. પતિ સાથે મનમેળ ન રહેતા તે છેલ્લા આઠેક વર્ષથી અમદાવાદ આવી ગઇ હતી. જો કે છૂટાછેડા લાધી ન હોવાથી પતિ સંતાનો સાથે રાજસ્થાન રહે છે. બીજી તરફ ફરિયાદીની બહેનને આરોપી સાથે પ્રેમ સંબંધ થઇ ગયો હતો. જેથી તે તેની સાથે રહેવા જતી રહી હતી. આ અંગે પરિવારના સભ્યોને જાણ થતા તેઓએ સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતું તે માનતી ન હતી અને પ્રેમી સાથે જ રહેતી હતી. થોડા દીવસ પહેલા નાના ચિલોડા ખાતે એકલી રહેવા લાગી હતી જ્યાં પ્રેમી તેને મળવા અવાર નવાર આવતો હતો.
ગઇકાલે સવારે ફરિયાદીની બેહનને તેના પ્રેમી વચ્ચે કોઇક કારણસર તકરાર થઇ હતી અને આવેશમાં આવીને પ્રેમીએ દોરીથી ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી અને લાશને સાડીથી ગળે ફાંસો ખાધેલી હોય તેવું દર્શાવવા લટાકવી દીધી હતી. એટલું જ નહી હત્યા કર્યા બાદ આરોપી જાતે જ પોલીસ સ્ટેશનને હાજર થઇ ગયો હતો.