FOLLOW US

નિકોલમાં પતિએ પત્નીના પૂર્વ પ્રેમી ઉપર ફાયરિંગ કર્યું, યુવક બચી ગયો

જૂના પ્રેમ સબંધનો બદલો લેવા પતિ છ વર્ષે સુરતથી અમદાવાદ આવ્યો

મકાન અપાવ્યું તો મિત્ર તેની પત્નીના પ્રેમમાં પડયો

Updated: Mar 18th, 2023

અમદાવાદ,શનિવાર

નિકોલમાં સુરતથી આવેલા યુવકે પત્નીના પૂર્વ પ્રેમી ઉપર ફાયરિેગ કર્યું હતું, જો કે ગોળી પીઠ પાછળથી નીકળી જતાં યુવકને સામાન્ય ઇજા થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ જ ભોગ બનનારા યુવકને મકાન અપાવ્યું હતું અને તે તેની જ પત્નીના પ્રેમમાં પડયો હતો. જો કે આરોપીને આ પ્રેમ સબંધની જાણ થતાં તે છ વર્ષ પહેલા મકાન ખાલીને કરીને સુરત રહેવા ગયો હતો અને ગઇકાલે રાતે જૂના પ્રેમ સબંધનો બદલો લેવા આવ્યો હતો અને યુવક પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવ અંગે નિકોલ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મકાન અપાવ્યું તો  મિત્ર તેની પત્નીના પ્રેમમાં પડયો, ખબર પડતા મકાન ખાલી કરીને સુરત રહેવા જતો રહ્યો

આ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં સુરત ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે છ વર્ષ પહેલા આરોપીએ એ જ ફરિયાદીને મકાન અપાવતા બન્ને એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા, જ્યાં ફરિયાદી  અને આરોપીની પત્ની વચ્ચે પ્રેમ સબંધની જાણ થતાં આરોપી મકાન ખાલી કરીને સુરત રહેવા જતા રહ્યા હતા.

બીજીતરફ ફરિયાદી યુવકની પત્નીને આ બનાવની જાણ થતાં તેણે જ આરોપીને ફોન કરીને જાણ કરી હતી. ગઇકાલે મોડી રાતે ફરિયાદી યુવક પોતાના એપાર્ટમેન્ટ પાસે પાનના ગલ્લે પાન ખાવા ગયો હતો અને તેના મિત્રો સાથે ઉભા હતા આ સમયે આરોપીએ આવીને ચોરી છૂપીથી તેના ઉપર ફાયરિગ કર્યુ હતું. ગોળીનો આવાજ આવતા યુવક ચોંકી ગયો હતો અને પીઠના ભાગે લસરકો થતાં સામાન્ય ઇજા થઇ હતી. જેથી યુવકે  સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat
Magazines