પત્નીને વાળ પકડી નીચે પાડી છોડાવવા જતા પતિ-પત્નીને ઢોર માર માર્યો
નરોડામાં માતા પુત્રને વાનમાં બેસાડવા આવી તો ગાળો બોલી તકરાર કરી
હું અહિનો દાદા છુ કહી કોઇપણ કારણ વગર મારા મારી કરી
અમદાવાદ,સોમવાર
નરોેડા વિસ્તારમાં રહેતી મહિલા વહેલી સવારે પોતાના પુત્રે સ્કૂલ વાનમાં બેસવાડવા માટે નીચે આવી હતી આ સમયે પડોશી મહિલા કોઇ કારણ વગર ગાળો બોલવા લાગી હતી જેથી ગાળો બોલવાની ના પાડતા તેના પતિ સહિત પરિવારના સભ્યો આવ્યા હતા અને મહિલાને વાળ પકડીને નીચે પાડીને માર માર્યો હતો આ સમયે પતિ છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ માર માર્યો હતો. અને હું અહિનો દાદા છું હું કહું તેમ કરવાનું નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે પરિવારના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હું અહિનો દાદા છુ કહી કોઇપણ કારણ વગર મારા મારી કરીને પડોશીએ દંપતિને ધમકી આપી કે અમો કહીએ તેમ કરવાનું નહીતર જાનથી મારી નાખીશું
આ કેસની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં રહેતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાની સોસાયટીમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૬ ડિસેમ્બરના રોજ સવારે તેમની પત્ની પોતાના દિકરાને સ્કૂલે જવા માટે સ્કૂલ વાનમાં બેસડવા માટે નીચે આવ્યા હતા. આ સમયે આરોપીની પત્નીએ કોઇપણ કારણ વગર ગાળો બોલતા હતા.
જેથી ફરિયાદીની પત્નીએ ગાળો બોલવાની ના પાડતા મહિલાના પતિ અને આવ્યા હતા અને મહિલાના વાળ પકડીને નીચે પાડીને ગડદાપાટુ તથા લાતોથી માર મારતા હતા આ સમયે ફરિયાદી છોડાવવા વચ્ચે પડતાં તેઓને માર મારીને તું અમોને ઓળખ તો નથી. અમો અહિનો દાદા છીએ તારે રહેવું હોય તો અમે કહીએ તેમ કરવાનું કહીને ફરિયાદીને પણ માર માર્યો હતો. જો કે આસપાસના લોકો આવતા બચાવી લીધા હતા. ત્યારબાદ ફરીથી ફરિયાદીને ઘર પાસે જઇને ગાળો બોલીને તકરાર કરી હતી જેથી ગભરાઇને જે તે સમયે પોલીસમાં માત્ર અરજી કરી હતી ત્યારબાદ પણ આવતા જતા અવાર નવાર રસ્તામાં કારણ વગર હેરાન પરેશાન કરતા હોવાથી તેઓની સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.