For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર 2.55 મીટર ઉંડા ઉતરી ગયાં

Updated: Nov 20th, 2022


પાણીના નમુના ફેલ થવાનું મહત્વનું કારણ

જળના સ્તર નીચા ઉતરવાની પાછળ ઓછો વરસાદ તેમજ ભૂગર્ભ જળના વધતા વપરાશ જવાબદાર

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ભૂગર્ભ જળની સપાટી ૨.૫૫ મીટર ઉંડી ઉતરી જવાથી પાણીના નમુના બિન પ્રમાણિત થવાનું પ્રમાણ વધ્યું છે. જોકે પાણીના નમુના ફેલ થાય ત્યારે ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાને જે તે ોતનું પાણી પીવાના ઉપયોગમાં નહીં લેવા કહેવાય છે. જળના સ્તર નીચા ઉતરવા પાછળ ઓછો વરસાદ અને ભૂગર્ભ જળનો વધતો વપરાશ આ બંને કારણો જવાબદાર છે.

સત્તાવાર માહિતી પ્રમાણે રાજ્યના ૧૯ જિલ્લામાં ભૂગર્ભ જળની સપાટી ઉંડી ઉતરી છે. પરંતુ તેમાં ૮ જિલ્લાની સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં જળ સ્તર એક મીટરથી વધુ ઉંડા ઉતરી ગયાં છે તેમાં પણ ચાર જિલ્લામાં ગાંધીનગર કરતા સારી સ્થિતિ છે. જ્યારે ગાંધીનગર જિલ્લા કરતાં વધુ વણસેલી સ્થિતિ હોય તેવા ત્રણ જિલ્લા છે. પ્રતિદિન વધતા ભગર્ભ જળના વપરાશ અને ઓછા વરસાદને કારણે આ સ્થિતિ આવ્યાનું ઇજનેરી સુત્રોએ જણાવ્યું છે. આ સમસ્યાના નિરાકરણ માટે સૂક્ષ્મ સિંચાઇના કામો, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળ સંચયના કામો અને વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના કામો હાથ ધરવાનું અનિવાર્ય છે. ભૂગર્ભ જળનો વપરાશ ઓછો કરવા અને ભૂગર્ભ જળ રિચાર્જ વધુ થાય તેના માટે લોક જાગૃતિ કેળવવાની સાથે લોકોને જરૃરતના પાણીના પુરવઠામાં વધારો થાય તેવી કાર્યવાહી કરવામાં આવતી હોવાનું અધિકારી સુત્રોએ જણાવ્યુ હતું.

જ્યારે પાણીના નમુના અંગે જણાવવામાં આવ્યું કે ગત વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૫૦૬૫ સ્થળેથી પાણીના નમુના મેળવવામાં આવ્યા હતાં અને પરીક્ષણ કરવામાં આવતાં તેમાથી ૧૬ ટકા જેટલા નમુના બિન પ્રમાણિત જાહેર થયા હતાં. તેના પહેલા વર્ષ ૨૦૨૦માં લેવામાં આવેલા ૨૬૪૩ નમુનામાંથી ૨૪ ટકા જેટલા નમુના અને વર્ષ ૨૦૧૯માં લેવામાં આવેલા ૬૪૯૦માંથી ૨૫ ટકા જેટલા નમુના બિન પ્રમાણિત જાહેર થયા હતાં. પરિણામે વૈક્લિપક સોર્સ માટે વિશેષ આયોજન જરૃરી બને છે અને તેમ શક્ય ન હોય તેવા કિસ્સામાં સરફેસ સોર્સ આધારિત યોજનાઓનું આયોજન કરીને પીવાલાયક પાણી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.

Gujarat