Get The App

ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ કાંકરિયા ખાતે બનાવાઇ

- અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની શાળા અત્યાધુુનિક બનાવાઇ

- થ્રીડી પેઇન્ટિંગથી શિક્ષણ અપાશે, વિવિધ પ્રકારના 36 જેટલાં ઉપકરણો આકર્ષણનું કેન્દ્ર બન્યાં

Updated: Jan 3rd, 2020

GS TEAM

Google News
Google News
ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ કાંકરિયા ખાતે બનાવાઇ 1 - image

અમદાવાદ, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

અમદાવાદમાં કાંકરિયા મ્યુનિ.શાળા નં.5,6 ગુજરાતની પ્રથમ સ્માર્ટ સ્કૂલ બની છે. જ્યાં વિકસીત દેશો જેવ ી સ્કૂલમાં માળખાકિય સુવિધાઓ ઉભી કરવા ઉપરાંત અત્યાધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવનાર છે. 

જોયફૂલ લર્નિંગ ક્લાસ, સ્માર્ટ ક્લબ, મેથ્સ-સાયન્સ લેબ, ડિઝિટલ પ્લોનિટોરિયમ, ફ્યુચર ક્લાસરૂમ, થ્રીડી એજ્યુકેશનલ ચાર્ટ વીથ વોલ વોટરપ્રૂફિંગ, ફ્લેસ સેલિંગ અને મલ્ટી પ્લે સ્ટેશન આ શાળાના મુખ્ય આકર્ષણ છે.

સરકારી શાળાઓની દશા સુધારવા અને ખાનગી શાળાઓને ટક્કર આપવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં કાંકરિયા ખાતે 1.60 કરોડના ખર્ચે આધુનિક સ્કૂલ બનાવાઇ છે. જેમાં થ્રીડી પેઇન્ટિંગની મદદથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. અત્યાધુનિક ફાયર સિસ્ટમ પણ લગાવાઇ છે. 

જેમાં ફાયર બોલ મુખ્ય આકર્ષણ છે. આગ લાગવાના કિસ્સામાં ફક્ત 3 સેકન્ડમાં જ આ બોલ ફૂટશે અને આગ ઓલવાઇ જશે તેવો દાવો કરાઇ રહ્યો છે. નાના બાળકો માટે શાળામાં કુલ 36 પ્રકારના ઉપકરણો વસાવાયા છે. ઇન્ટીગ્રેડેડ ડિઝિટલ ટીચિંગ ડિવાઇસથી મલ્ટી મીડિયા કન્ટેન્ટ દ્વારા બાળકોને શિક્ષણ અપાશે.

ગણિત-વિજ્ઞાાનની પ્રયોગશાળામાં 1 થી 8ના અભ્યાસક્રમમાં વર્કિંગ મોડલ રજૂ કરાશે. આ માટે શિક્ષકોન સ્પેશિયલ તાલીમ અપાઇ છે.આગથી સુરક્ષિત એવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું 10 ફૂટ ઉંચાઇ ધરાવતો ડોમ બનાવાયો છે. જેમાં પૃથ્વીનો ગોળો, નક્ષત્ર, સૂર્ય-ચંદ્ર ગ્રહણ ડિજિટલ બનાવાશે , 8 હજાર સ્કવેર ફૂટમાં થ્રીડી એજ્યુકેશન ચાર્ટ બનાવાયો છે. ઉપરાંત બાળકો રમી શકે તે માટે મલ્ટી પ્લે સ્ટેશનનું પણ નિર્માણ કરાયું છે.

નોંધપાત્ર છેકે મ્યુનિ.સ્કૂલોની કાયાપલટ કરાઇ રહી છે. ખાનગી સ્કૂલોને ટક્કર આપવા માટે તેમજ ગરીબ અને મધ્યમવર્ગીય બાળકો પણ સારો અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે માટે શહેરમાં સ્કૂલોમાં માળખાકિય સુવિધા વધારાઇ રહી છે. છેલ્લા સાત વર્ષમાં 33 હજારથી વધુ બાળકો ખાનગી શાળામાંથી મ્યુનિ.શાળામાં આવ્યા છે.