app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

લવ જેહાદ મુદ્દે યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા

બાપુનગરમાં એક મહિના પહેલા યુવક અને યુવતી ભાગી ગયા હતા

પોલીસે ગુમની ફરિયાદ લીધી હતી પરંતુ યુવક અને યુવતીની કોઇ ભાળ મળતી નથી

Updated: Sep 26th, 2023

અમદાવાદ,મંગળવાર

 બાપુનગરમાં રહેતી હિન્દુ યુવતી અને વિધર્મી યુવક  એક મહિનાથી ભાગી ગયા હતા. જો કે બાપુનગર પોલીસ જાણવા જોગ ગુમની ફરિયાદ નોધીને યુવક  અને યુવતીની શોધખોળ હાથ ધરી હતી. પરતું આજદીન સુધી તેઓની કોઇ પત્તો મળતો ન હોવાથી યુવતીના પરિવારજનો આજે બાપુનગર પલીસે સ્ટેશને રજૂઆત કરવા આવ્યા હતા અને ધરણા કર્યા હતા.

કલોલ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા ઃ પોલીસે ગુમની ફરિયાદ લીધી હતી પરંતુ યુવક અને યુવતીની કોઇ ભાળ મળતી નથી

બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી. ગામીતના જણાવ્યા મુજબ બાપુનગરમાં રહેતી ૨૩ વર્ષની ન્હિન્દુ યુવતી કલોલ કોલેજમાં  અભ્યાસ કરતી હતી તે સમયે વિધર્મી યુવકના સંપર્ક આવી હતી અને એક બીજાને મળતા હોવાથી મિત્રતા ગાઢ બની હતી. દરમિયાન મહિના પહેલા યુવતી અને યુવક ભાગી ગયા હતા. આ બનાવ અંગેે જે તે સમયે  જાણ કરતા પોલીસે જાણવા જોગ ગુમની નોંધ કરીને યુવતીની શોધખોળ કરવાની  કાર્યવાહી હાથ ધરી હતી.

પરંતુ તેઓ મેોબાઇલનો ઉપયોગ કરતા ન હોવાથી યુવક અને યુવતીની કોઇ ભાળ મળી ન હતી. જે બાબતે હિન્દુ યુવતી પરિવારજનો  અને હિન્દુ સંગઠનો ભેગા મળી બેનર સાથે આજ રોજ સવારે બાપુનગર પોલીસ સ્ટેશને અનશન ઉપર બેસવા ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો.

Gujarat