Get The App

તહેવારો આવતા તંત્ર સફાળુ જાગ્યું અમદાવાદમાં એક સપ્તાહમાં ૧૨૪ ફૂડ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યાં

સરખેજ વિસ્તારમાંથી લેવાયેલુ ફ્રાયમ્સનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું

Updated: Oct 30th, 2021

GS TEAM

Google News
Google News
તહેવારો આવતા તંત્ર સફાળુ જાગ્યું અમદાવાદમાં એક સપ્તાહમાં ૧૨૪ ફૂડ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યાં 1 - image


અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021

દિવાળીના તહેવાર નજીક આવતા અમદાવાદ મ્યુનિ.નું ફૂડ વિભાગ સફાળુ જાગ્યુ છે.છેલ્લા એક સપ્તાહમાં વિવિધ બનાવટોના કુલ ૧૨૪ જેટલા ફૂડ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે.સરખેજ વિસ્તારમાંથી લેવામાં આવેલુ ફ્રાયમ્સનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગ હસ્તકના ફૂડ વિભાગ તરફથી એક અઠવાડીયામાં મીઠાઈ,દુધ અને દુધની બનાવટના ૫૬, ફરસાણ અને નમકીનના સાત, બેકરી પ્રોડકટના આઠ,ખાદ્યતેલના આઠ તથા બેસનના બે અને વિવિધ પ્રકારના મસાલાના નવ સેમ્પલ લીધા છે. અન્ય ૬૪ ચીજોના સેમ્પલ લેવામાં આવ્યા છે.૧૧ ઈન્ફોર્મલ નમુના લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.હલવા ઉપરાંત બરફી અને મિલ્ક પાવડર સહિતની ચીજોના ૨૦૧૮ કીલોગ્રામ જથ્થાને સ્થગિત કરવામાં આવ્યો છે.કુલ ૨,૩૩,૭૦૦નો વહીવટી ચાર્જ ફૂડ સેફટી એકટ-૨૦૦૬ના નિયમોનું પાલન ના કરવા બદલ વસુલવામાં આવ્યો છે.સરખેજના યોગેશ્વર ટ્રેડર્સમાંથી લેવામાં આવેલુ ફ્રાયમ્સનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થવા પામ્યુ છે.

Tags :