Get The App

શહેરમાં 2100 મોટી હોસ્પિટલ ફાયર NOC માત્ર 91 પાસે જ

- કાયદો બને છે અમલ માટે અહીં છે કાગળ પર

- મ્યુનિ.એ રીફર કરેલા દર્દીઓને દાખલ કરવા ઈન્કાર કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં તંત્ર વામણું

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News
શહેરમાં 2100 મોટી હોસ્પિટલ ફાયર NOC માત્ર 91 પાસે જ 1 - image


અમદાવાદ, તા. 19 જુલાઇ, 2020, રવિવાર

અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિમાર્કોરોનાના દર્દીને સારવાર આપવાનો હોસ્પિટલો દ્વારા ઈન્કાર કરવામાં આવ્યાના બનાવ બન્યા છે.ઉપરાંત દર્દીને સમયસર સારવાર ન મળવાના પણ બનાવ બન્યા છે.મેગાસિટી એવા આ શહેરમાં મ્યુનિ.ચોપડે 2100 જેટલી હોસ્પિટલો નોંધાયેલી છે.

આ હોસ્પિટલો પૈકી આ વર્ષે જુલાઈમાં માત્ર 91 હોસ્પિટલોને ફાયર એનઓસી આપવામાં આવી છે.એપેડેમિક પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલોને નોટિસ આપતુ મ્યુનિ.તંત્ર હોસ્પિટલો જયાં દર્દી સારવાર લેવા જાય છે એના સહીત અન્ય લોકોની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરાવવામાં નિષ્ફળ નિવડયુ છે.કોલકોતાની હોસ્પિટલની ઘટના મ્યુનિ,સત્તાધીશો ભૂલી ગયા છે. 

અમદાવાદમાં મ્યુનિ.અને સરકાર હસ્તકની તેર મોટી હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલોમાં અસારવા સીવીલ, યુ.એન.મહેતા, સોલા સીવીલ, એસ.વી.પી. શારદાબહેન હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ, નગરી હોસ્પિટલ અને બાપુનગર જનરલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

ગત માર્ચ મહીનાથી શહેરમાં હોસ્પિટલોની ઉપયોગીતા દરેકને સમજાઈ છે. મ્યુનિ.એ એપેડેમિક એકટની જોગવાઈ હેઠળ 50થી વધુ ખાનગી હોસ્પિટલો સાથ કોવિડના પેશન્ટોને સારવાર મળી રહે એ માટે એમઓયુ કર્યા છે.

આમ છતાં અમુક  હોસ્પિટલો દ્વારા મ્યુનિ.દ્વારા રીફર કરાયેલા દર્દીઓને પણ દાખલ કરી સારવાર આપવાનો ઈન્કાર કરાયો હોવાના બનાવ  બન્યા છે. દર્દીઓ હેરાન ન થાય એ માટે મ્યુનિ.પાસે તમામ સત્તા રહેલી છે. છતાં એનો ઉપયોગ રાજકીય દબાણ કે અન્ય કારણોસર કરાતો ન હોવાથી અંતે તો અમદાવાદ શહેરના લોકોને જ હેરાન થવું પડે છે.

શહેરમાં મોટી 2100 હોસ્પિટલ મ્યુનિ.ના ચોપડે નોંધાયેલી હોવાનું નાયબ આરોગ્ય અધિકારીનું કહેવુ છે. આઘાતજનક બાબત એ છે કે, કોલકોતાની હોસ્પિટલમાં નેવુ લોકોના મોત બાદ પણ મ્યુનિ.તંત્ર નિયમોનુ પાલન ન કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડયુ છે.

2100 હોસ્પિટલની સામે 91 હોસ્પિટલો દ્વારા આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ફાયર વિભાગની એનઓસી મેળવી છે. ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તૂરના કહેવા પ્રમાણે,મ્યુનિ.,સરકારી તેમજ કોવિડ પેશન્ટની સારવાર આપતી હોસ્પિટલો પાસે ફાયર એનઓસી છે.

Tags :