નામકરણ : ચાઇનીઝ ડ્રેગન ફ્રૂટ હવે કમલમ્ નામથી ઓળખાશે

- અમદાવાદનું નામ વર્ષો પછીય કર્ણાવતી થયું નથી પણ..

- ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ્ કરવા રાજ્ય સરકારે દરખાસ્ત મોકલી હતી : ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચે મંજૂરી આપી


અમદાવાદ, તા. 19 જાન્યુઆરી, 2021, મંગળવાર

ભાજપના રાજમાં શહેરોના નામ બદલાઇ રહ્યાં છે પણ હવે તો ભાજપ સરકારે ફળોના ય નામ બદલવાનો ચીલો પાડયો છે. ગુજરાતમાં વર્ષોથી અમદાવાદ શહેરનુ નામ કર્ણાવતી કરવા દરખાસ્ત કરાઇ છે પણ તે ભાજપ હજુ સુધી કરી શક્યુ નહીં,પણ ચાઇનીઝ ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કરી દેવાયુ છે.

ગુલાબી રંગનું ડ્રેગનએ મૂળ ચાઇના ફ્રૂટ છે પણ તેની ખાસિયત એછેકે, લોહીના રકતકણો વધારવાની આ ફળમાં ખુબ શક્તિ છે. શહીરમાં પ્લેટેટ્સ ઓછા હોય તેવી દર્દી માટે આ ફળ ગુણકારી છે.ડ્રેગનનું વૈજ્ઞાાનિક નામ હિલોકેરેસ કેકટ્સ છે. જોકે, હવે ડ્રેગન ફ્રૂટની કચ્છમાં ય ખેતી થવા માંડી છે. કચ્છીમાંડુઓ પણ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં રસ દાખવી રહ્યાં છે. અત્યારે કચ્છમાં 1 હજાર એકરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થઇ રહી છે. 

કમળ જેવુ દેખાતુ ડ્રેગન ફ્રૂટ હવે કમલમમાં નામથી ઓળખાશે કેમકે, રાજ્ય સરકારે જ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચને  ડ્રેગન ફ્રૂટનુ નામ કમલમ રાખવા દરખાસ્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ વાતને સમર્થન આપીને જાહેરાત કરી છેકે, કમળ આકારનુ આ ફળને સંસ્કૃત શબ્દ કમલમ નામ અપાશે.

ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચને કમલમ નામ માટે મંજૂરી આપી દીધી છે. હવે ડ્રેગન ફ્રૂટ ગુજરાતમાં કમલમના નામથી ઓળખ મેળવશે. આગામી દિવસોમાં કમલમ  ફ્રૂટના પેેટર્ન માટે રાજ્ય સરકાર પણ અરજી કરશે.ઉલ્લેખનીય છેકે, ભાજપના મુખ્ય કાર્યાલયને ય કમલમ નામ અપાયુ છે. 

એવી ચર્ચા છેકે, અમદાવાદ શહેરનું કર્ણાવતી નામ કરવાની વાતો કરીને ભાજપે મતદારોને રિઝવી ઢગલાબંધ મતો મેળવી સત્તા હાંસલ કરી દીધી પણ વર્ષો પણ કેન્દ્રમાં અમદાવાદ શહેરના નામકરણ માટેની દરખાસ્ત ધૂળ ખાઇ રહી છે. જયારે ડ્રેગન ફ્રૂટનુ નામ બદલી કમલમ કરવાની દરખાસ્ત ગણતરીના દિવસોમાં જ બદલાઇ ગઇ. આનો સીધો આૃર્થ એ થયો કે, ભાજપ સરકારને જ અમદાવાદ શહેરનુ નામ બદલવામાં જરાયે રસ નથી.

City News

Sports

RECENT NEWS