Get The App

આજે અમદાવાદ-ચેન્નાઇ સેન્ટ્રલ એક્સપ્રેસ રદ રહેશે

- મુસાફરોને હાલાકી ભોગવવી પડશે

Updated: Nov 19th, 2021

GS TEAM


Google News
Google News

અમદાવાદ,તા.19 નવેમ્બર 2021, શુક્રવારઆજે અમદાવાદ-ચેન્નાઇ સેન્ટ્રલ એક્સપ્રેસ રદ રહેશે 1 - image

તા.૨૦ નવેમ્બરની અમદાવાદ-ચેન્નાઇ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલવેના રાજમપેટા-નંદલુર સેક્શનમાં ભારે વરસાદના કારણે આ ટ્રેન રદ રહેશે.

તા.૧૯ નવેમ્બરે ચેન્નાઇથી ઉપડતી ટ્રેન નં.૨૦૯૫૩ ચેન્નાઇ સેન્ટ્રલ-અમદાવાદ પણ રદ રહી હતી. જ તારીખે ચેન્નાઇ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નં.૧૨૬૫૬ ચેન્નાઇ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ અરક્કોણમ-રેણિગુંટા-ગુડુર થઇને ઉપડશે તથા સુલુરૂપેટા સ્ટેશન પર નહીં જાય. મુસાફરોએ રેલવેની વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર પરથી ટ્રેનની તમામ વિગતો મેળવીને મુસાફરી અંગેનો નિર્ણય લેવા જણાવાયું છે. 

બીજી તરફ ઉત્તર રેલવેમાં અમૃતસર-જાલંધર રેલ વિભાગમાં ટ્રાફિક અને ઓએચઇ બ્લોકના કારણે કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર થશે. જેમાં તા.૨૧ નવેમ્બરે  ટ્રેન નં.૦૯૪૧૫ અમદાવાદથી -શ્રી માતા વૈષ્ણોદેવી કચરા સ્પેશિયલ ટ્રેન જાલંધર સિટી-અમૃતસર-પઠાનકોટ જવાને બદલે ડાયવર્ટ થઇને વૈકલ્પિક માર્ગ જાલંધર સિટી-મુકેરિયા-પઠાનકોટ થઇને દોડશે. આ ટ્રેન બ્યાસ-અમૃતસર-બટાલા સ્ટેશને નહીં રોકાય. 

તા.૨૧ નવેમ્બરની ટ્રેન ૦૨૯૦૩ મુંબઇ સેન્ટ્રલ-અમૃતસર સ્પેશિયલને મનનવાલા સ્ટેશન સુધી જ દોડાવાશે.

Tags :