વિજય હઝારે ટ્રોફીમાં ટીમ બરોડા અંબાતી રાયડુની કેપ્ટનશિપમાં મેદાનમાં ઉતરશે
કૃણાલ પંડયા સ્નાયુઓની ઇજાને કારણે નહી રમી શકે, તા.૧૨ નવેમ્બરથી મુંબઇમાં ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે
વડોદરા : બીસીસીઆઇની વિજય હઝારે ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટનો તા.૧૨ નવેમ્બરથી મુંબઇમાં પ્રારંભ થશે. આ માટે બરોડાની ટીમ જાહેર કરવામા આવી છે. અંબાતી રાયડુની કેપ્ટનશિપમાં ટીમ મેદાનમાં ઉતરશે.
નિનાદ રાઠવાનો વાઇસ કેપ્ટન બનાવાયો છે તો મિનેશ પટેલે વિકેટ કિપર રહશે.જ્યારે ટીમના અન્ય ખેલાડીઓમાં જ્યોત્સનિલ સિંગ, આદિત્ય વાઘમોડે, પ્રત્યુષ કુમાર, વિષ્ણુ સોલંકી, અભિમન્યુ સિંગ રાજપુત, ભાનુ પનીયા, ભાર્ગવ ભટ્ટ, કાર્તિક કાકડે, અતિત શેઠ, વરૃણ આરોન, લુકમાન મેરિવાલા,બાબાસફીખાન પઠાણ,સાહેઝાદખાન પઠાણ અને ચિંતન ગાંધીનો સમાવેશ થાય છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનનું કહેવુ છે કે કૃણાલ પંડયાને સ્નાયુઓમાં ઇજા હોવાથી તેમનો ટીમમાં સમાવેશ કરાયો નથી. મુંબઇ ખાતે તેમની ઇજાઓની તપાસ થઇ રહી છે જો તે સ્વસ્થ જણાશે તો પાછળથી તેનો ટીમમાં સમાવેેશ થઇ શકે છે.