જહાંગીરપુરામાં વ્યાજબી ભાવના દુકાનદારની તપાસમાં ગેરરીતીઓ જણાઈ
ઓનલાઈન જથ્થાની ખરાઈમાં ઘટ દેખાઈ
નિયમ મુજબના બોર્ડ ન મુકવામાં આવ્યા નહોતા
અમદાવાદ,ગુરુવાર,15 જુલાઈ,2021
શહેરના દરીયાપુર ઝોનલ ઓફીસના તાબા હેઠળ આવેલી જહાગીરપુરામાં
આવેલી વ્યાજબીભાવની દુકાનની તપાસમાં અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજી બાદ તપાસ
કરાતા અનેક પ્રકારની ગેરરીતીઓ જણાતા ખાતાકીય તપાસ કરવાના આદેશ છતાં કોઈ નકકર
કાર્યવાહી કરવામાં આવી નથી.ઉપરાંત દુકાનદારના માત્ર ૨૪ રેશનકાર્ડનું ક્રોસ ચેકીંગ
કરી તમામને અનાજ મળતુ હોવાનું આગળ ધરી દુકાનદારને કલીનચીટ આપી દેવામાં આવી છે.
મળતી માહીતી મુજબ,જહાગીરપુરામાં
આવેલી વ્યાજબીભાવની દુકાનના દુકાનદાર દ્વારા અનાજનો અનિયમિત જથ્થો આપવામાં આવતો
હોવા ઉપરાંત જથ્થો આપવામાં ના આવતો હોવાસુધીની રેશનકાર્ડ ધારકોમાં બૂમ ઉઠી
હતી.દરમિયાન સ્થાનિક રહીશ દિનેશ પરમાર દ્વારા ફરીયાદ કરવામાં આવતા પુરવઠા વિભાગ
તરફથી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન દુકાનદારે નામ અને પરવાના નંબરની વિગત
દર્શાવેલુ બોર્ડ રાખેલ નહોતુ.ઉપરાંત પી.ડી.એસ.કંટ્રોલ એકટ-૨૦૦૧ હેઠળનું બોર્ડ તેમજ
મા અન્નપૂર્ણા યોજનાનુ નિયત નમુનાનુ બોર્ડ રાખ્યુ નહોતુ.રેશન જથ્થાના નમુના જે
રાખવા જોઈએ એ પણ રાખવામાં આવ્યા નહોતા.આ સાથે જ ઓનલાઈન જથ્થાની ખરાઈ કરવામાં આવતા
વિવિધ પ્રકારના અનાજના જથ્થામાં ઘટ જોવા મળતા
ખાતાકીય કાર્યવાહી કરવાના લેખિત આદેશ કરવામાં આવ્યા હતા.