Get The App

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારી દ્વારા સુપરવાઇઝરને ધમકી

Updated: Dec 9th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારી દ્વારા સુપરવાઇઝરને ધમકી 1 - image


- સયાજી હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારી દ્વારા સુપરવાઇઝરને ધમકી આપવાના બનાવ બન્યો છે જે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ગઈકાલે ચોથા વર્ગના એક માથાભારે કર્મચારી દ્વારા નવા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને ધમકી આપવામાં આવી હતી. જે અંગે સુપરવાઇઝર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. જે ફરિયાદ પોલીસે અરજી સ્વરૂપે લઈને જે સ્થળે ઘટના બની હતી તે સ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ચોથા વર્ગના કર્મચારી દ્વારા અગાઉ પણ ગેરવર્તન કરવામાં આવી હતી. જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો. તેમ છતાં આ કર્મચારીને હજી છૂટો કરવામાં આવતો નથી.

Tags :