સની લિયોન કો ભી પીછે છોડ દિયા આપને ન્યૂડ તસવીરો મેં
પ્રેમસંબંધ તૂટી જતા પ્રેમી અને તેના ભાઇ વિશે યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બીભત્સ પોસ્ટ મુકી
વડોદરા : પ્રેમ સંબંધ તૂટી ગયા પછી પ્રેમી અને પ્રેમીની બહેન વિશે અશોભનીય પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મુકી બદનામ કરનાર યુવતી સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
મૂળ મુંબઇની પરિણીતા હાલમાં અટલાદરા બિલ રોડ પર રહે છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેણે જણાવ્યું છે કે,ગત તા.૧૨-૦૭-૨૦૨૧ ના રાતે સાડા અગિયાર વાગ્યે મુંબઇ રહેતા મારા ભાઇએ મને ફોન કરીને જાણ કરી હતી કે, ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર તારા ફોટા પર એવું લખાણ લખ્યું છે કે,સની લિયોન કો ભી પીછે છોડ દિયા આપને ન્યૂડ તસવીરો મેં...પ્લીઝ રિપોર્ટ ધિસ ગર્લ ઇઝ સેલિંગ ગર્લ્સ ઇન ગુજરાત...ટેકિંગ મની ફ્રોમ ગર્લ્સ એન્ડ ધેન ફોર્સિંગ ટુ સ્લીપ વિથ બોયઝ...
મારા ભાઇના ફોટામાં પણ અશોભનીય કોમેન્ટ કરીને લખ્યું હતું કે,એનિ વન નોઝ ધિસ બોય હિઝ નેમ ઇઝ....ટેકિંગ મની ફ્રોમ ગર્લ્સ એન્ડ ધેન ફોર્સિંગ ટુ સેન્ડ ડર્ટી પિક્ચર્સ ઓફ બોડી એન્ડ...
આ ઉપરાંત એવું પણ લખ્યું હતું કે,હી હેઝ એ ટેટૂ બિઝનેશ બટ ઓલસો સેલ્સ ટુ ગર્લ્સ ઇન ગુજરાત પ્લીઝ રિપોર્ટ ધિસ ગાય.હી ઇઝ વેરી ડેન્જરસ ટુ ગર્લ્સ...
આરોપીએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ની સ્ટોરીમાં પણ મારા તથા મારા ભાઇ વિશે અશોભનીય વાત લખી હતી કે,પ્લીઝ.રિપોર્ટ ગાયઝ ધિસ બ્રધર એન્ડ સિસ્ટર ...હુ હેવીંગ બિઝનેશ ઓફ સેલિંગ ગર્લ્સ એન્ડ ટેકીંગ મનિ ફોરર સેટિસ્ફેક્શન.આ પોસ્ટ મૂકનાર કેરોલિન બેની વાયગર છે.જેને હું સારી રીતે ઓળખું છુ.મેં તેને ફોન કરીને ઉપરોક્ત પોસ્ટ ડિલિટ કરવા જણાવ્યું હતું.પરંતુ,તેણે ડિલિટ કરી નથી.અને મને ગંદી ગાળો બોલી ફોન કટ કરી દીધો હતો.તે અંગે મેં અને મારા પતિએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવીને તા.૧૨-૦૭-૨૦૨૧ ના રોજ અરજી કરી હતી.આ કેસની તપાસ કરતા પી.આઇ.એન.કે.વ્યાસે જણાવ્યું હતું કે,મુંબઇમાં રહેતી કેરોલિન અને ફરિયાદીના ભાઇ વચ્ચે પ્રેમસંબંધ હતો.પરંતુ,યુવકે પ્રેમસંબંધ તોડી નાંખતા ઉશ્કેરાયેલી કેરોલિને આવી પોસ્ટ પ્રેમી અને પ્રેમીની પરિણીત બહેનને બદનામ કરવા માટે મુકી હતી.પોલીસ અધિકારીની મંજૂરી મેળવીને પોલીસની એક ટીમ આરોપીને પકડવા માટે મુંબઇ રવાના કરવામાં આવશે.