Get The App

લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીનો આપઘાત

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૃ કરી

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીનો આપઘાત 1 - image

વડોદરા,લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને આપઘાત કરી લેતા છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છાણી - સોખડા  રોડ પર મારૃતિધામ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષની નવનીતા ઉર્ફે  રીંકુ મુકેશભાઇ જાદવે આજે બપોરે ઘરે સિલિંગ ફેનના હુક સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે છાણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.જી. રોહિતે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી  છે કે, નવનીતાને નવ વર્ષનો દીકરો છે. પતિ સાથે ખટરાગ થતા તે પતિથી અલગ  રહેતી હતી. અને તેના અન્ય મિત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આજે બપોરે તેનો મિત્ર ઘરે આવતા તેણે  રીંકુને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી.  પોલીસને તેની પાસેથી કોઇ ચિઠ્ઠી મળી નથી. આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ  હાથ ધરી છે.

Tags :