Get The App

એફવાયબીકોમના વિદ્યાર્થીઓને સ્ટડી મટિરિયલ મળતુ નથી

Updated: Dec 2nd, 2021

GS TEAM

Google News
Google News
એફવાયબીકોમના  વિદ્યાર્થીઓને સ્ટડી મટિરિયલ મળતુ નથી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના રગશિયા ગાડાની જેમ ચાલી રહેલા વહીવટના કારણે હજારો વિદ્યાર્થીઓને સહન કરવાનો વારો આવી રહ્યો છે.

એક તરફ એફવાયના ૯૦૦૦ ઉપરાંત  વિદ્યાર્થીઓના પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર જ હજી જનરેટ નહીં થયા હોવાથી તેઓ યુનિવર્સિટીની સ્કોલરશિપ યોજના માટે હાલમાં ફોર્મ ભરી શકે તેમ જ નથી.તો બીજી તરફ હવે આ  વિદ્યાર્થીઓને હજી સુધી ફેકલ્ટીનુ સ્ટડી મટિરિયલ જ મળ્યુ નથી.

સામાન્ય રીતે શૈક્ષણિક વર્ષની શરુઆતમાં જ અધ્યાપકો દ્વારા તૈયાર કરાયેલુ સ્ટડી મટિરિયલ વિદ્યાર્થીઓને આપવામાં આવતુ હોય છે.સ્ટડી મટિરિયલનીગણતરીની કોપીઓની યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાએ આવેલા ઝેરોક્ષ સેન્ટર પર વિદ્યાર્થીઓ નકલ કઢાવી લેતા હોય છે.આ મટિરિયલ તેમને અભ્યાસ માટે ઉપયોગી પૂરવાર થતુ હોય છે.

આ વર્ષે એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓને સ્ટડી મટિરિયલ મળી ગયુ છે પણ એફવાયના ૯૦૦૦ કરતા વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસીસ શરુ થયે એક મહિના જેટલો સમય થઈ ગયો છે પણ હજી સુધી તેમને સ્ટડી મટિરિયલ આપવામાં આવ્યુ નથી.

આ મુદ્દે ગઈકાલે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટી ડીન સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે.એફવાયબીકોમનુ શિક્ષણ શરુ થવામાં આ વર્ષે પણ વિલંબ થયો છે.દિવાળી વેકેશન પહેલા એફવાયનુ શિક્ષણ શરુ કરવામાં આવ્યુ હતુ.આ સંજોગોમાં સત્તાધીશોએ ધાર્યુ હોત તો વિદ્યાર્થીઓને એડવાન્સમાં પણ સ્ટડી મટિરિયલ આપી શકાયુ હોત.તેની જગ્યાએ ડિસેમ્બર મહિનો શરુ થઈ ગયો પછી પણ વિદ્યાર્થીઓ સ્ટડી મટિરિયલ નહીં મળ્યુ હોવાની બૂમો પાડી રહ્યા છે.