Get The App

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બે દિવસમાં ૧૫૦૦થી વધુ લોકોને વેકિસન સર્ટિફિકેટના અભાવે પરત મોકલાયા

વેકિસનેશન સર્ટિફિકેટ અંગે કરાતી કડક ચકાસણી

Updated: Nov 19th, 2021

GS TEAM

Google News
Google News
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બે દિવસમાં ૧૫૦૦થી વધુ લોકોને વેકિસન સર્ટિફિકેટના અભાવે પરત મોકલાયા 1 - image

     

  અમદાવાદ,શુક્રવાર,19 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોના વેકિસનનો બીજો  ડોઝ ના લેનારા લોકોને જાહેર સ્થળો ઉપર પ્રવેશ ના આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પરિસ્થિતિમાં દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ સહિત પહોંચેલા ૧૫૦૦થી વધુ લોકો પાસે કોરોના વેકિસન લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ ના હોવાના કારણે પરત મોકલવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ અંગે મળતી માહિતી મુજબ,કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બુધવારે ૭૫૦ અને ગુરુવારે ૮૦૦થી વધુ લોકો પાસે કોરોના વેકિસન ના હોવાથી પરત મોકલવામાં આવ્યા હતા.લેકફ્રન્ટ પરિસરમાં વેકિસનેશન સર્ટીફિકેટની ચકાસણી  સાતથી વધુ સ્થળ ઉપર કરવામાં આવી રહી છે.