દરિયાપુરમાં રવિ પુરોહિતના વરલી મટકાના અડ્ડા પર મોનીટરીંગ સેલના દરોડાથી નાસભાગ
દરિયાપુર પોલીસના નાક નીચે ચાલતા છેલ્લા એક વર્ષથી વરલી મટકાનો અડ્ડો ચાલતો હતો
મિલન અને કલ્યાણમાં આંકડા બુક કરવામાં આવતા હતા
અમદાવાદ
દરિયાપુર તંબુ ચોકી સામે છેલ્લાં એક વર્ષથી ચાલતા વરલી મટકાના
અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડા પાડીને છ લોકોને ઝડપીને રોકડ, મોબાઇલ ફોન અને ટુ
વ્હીલર્સ સહિત ૧.૮૨ લાખની મત્તા જપ્ત કરી છે. રવિ પુરોહિત નામનો વ્યક્તિ વરલી મટકાનો
અડ્ડો ચલાવતો હતો અને તેણે આકડા લખવા માટે
બે માણસોને નોકરી પર પણ રાખ્યા હતા.
દરિયાપુર પોલીસના નાક નીચે જ ચાલતા અડ્ડા પરના દરોડાથી દરિયાપુર પોલીસ સ્ટેશનના
અધિકારીઓ અને વહીવટદારોની સાંઠગાંઠ પણ ખુલ્લી
પડી છે.
રવિ પુરોહિતના અડ્ડાનું સંચાલન કરતા બે વ્યક્તિ સહિત છ લોકોની
ધરપકડઃ ટાઇમ , મિલન અને કલ્યાણમાં આંકડા બુક કરવામાં આવતા હતા
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને બાતમી મળી હતી કે દરિયાપુર તંબુ
ચોકી સામે આવેલી જગ્યા પર રવિ પુરોહિત નામનો માથાભારે વ્યક્તિ વરલી મટકાનો સૌથી મોટો
અડ્ડો ચલાવે છે. જે બાતમીને આધારે બુધવારે સાંજના સમયે મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડો
પાડતા નાસભાગ મચી ગઇ હતી. જો કે છ લોકોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ૩૦ હજારની રોકડ, ચાર ટુ વ્હીલર્સ અને
મોબાઇલ ફોન સહિત ૧. ૮૨ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલો કૃણાલ ધોબી (રહે.મોટી લોધવાડ, દરિયાપુર) અને જયદીપ પરમાર (રહે.ડબગરવાડ, દરિયાપુર)ની પુછપરછમાં
જાણવા મળ્યું હતુ કે રવિ પુરોહિત એક વર્ષથી આ સ્થળે વરલી મટકાના અડ્ડો ચલાવતો હતો.
ંબંને જણા અગાઉ આંકડા લખાવવા માટે આવતા હતા. બાદમાં કોઇ કામધંધો ન હોવાને કારણે રવિએ
તેમને મહિને ૧૨ હજારના પગાર પર નોકરીે રાખ્યા હતા. જેમાં તેમને મોબાઇલના વોટ્સેપ ગુ્રપમાં
આકંડા લખવાની તેમદ નાણાંકીય હિસાબની કામગીરી કરવાની રહેતી હતી. રવિ પુરોહિત કોઇકવાર
અડ્ડા પર આવતો હતો. જ્યારે બને જણા તેને સાજે ફોન કરીને હિસાબ આપી દેતા હતા.
વરલી મટકાના આંક લખવા માટે રવિ પુરોહિત ટાઇમ બજાર, મિલન બજાર અને કલ્યાણ
બજારના અલગ વોટ્સએપ ધરાવતો હતો. સૌથી નવાઇની
વાત એ છે કે તંબુ ચોકીથી અડ્ડો થોડા જ અંતરે હતો અને દરિયાપુર પોલીસ પણ આ વિસ્તારમાં
માત્ર કાગળ પર જ પેટ્રોલીંગ કરતો હતો. જો કે
સુત્રોના જણાવ્યા મુજબ રવિ પુરોહિતની સ્થાનિક પોલીસ સાથે સંડોવણી હતી. જેથી કોઇ ડર
વિના અડ્ડો ચલાવતો હતો. પોલીસે આંકડા લખાવવા
આવનાર અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરી છે.