UNLOCK1-ગુજરાત: કેન્દ્ર બાદ રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, રાજ્યમાં એસટી સેવા શરૂ થશે
ગાંધીનગર, તા. 30 મે 2020, શનિવાર
કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5ને UNLOCK1 નામથી જાહેરાત કર્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની પ્રજાને સંબોધીત કરી. જેમાં તેમણે આગામી UNLOCK1ને લઈને મહત્વપૂર્ણ જાહેરત કરી.
તેમણે જણાવ્યું કે, આગામી 1લી જૂનથી રાજ્યમાં તમામ દુકાનો ધમધમતી થશે આ સાથે જ સમગ્ર ગુજરાતમાં એસ.ટીની અવર-જવર પણ 60% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં DyCM નીતિન પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, સીએમના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત
- રાજ્યમાં રાત્રે 9 થી સવારના 5 કર્ફ્યૂ રહેશે
- સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે
- રાજ્યમાં ઓડ-ઈવન પદ્ધધી બંધ કરવામાં આવશે
- રાજ્યમાં 60% પેસેન્જર સાથે એસટી સેવા શરૂ થશે
- 50% પેસેન્જર સાથે સીટીબસ શરૂ થશે
- અમદાવાદમાં AMTS સેવા શરૂ થશે
- ટૂ વ્હિલર પર પરિવારના બે સભ્યો બેસી શકશે
- સરકારી કચેરી, બેંક સોમવારથી પૂર્વવત થશે
- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવા જ શરૂ રહેશે
- 8મીથી મંદિર, મોલ, રેસ્ટોરન્ટ ખુલશે
- સોશિય ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત અને માસ્ક પણ ફરજીયાત
- સોમવારથી નવી ગાઈડલાઈન અમલી બનશે