Get The App

ધોરણ 10-12ની પુરક પરીક્ષા બોર્ડ દ્વારા 25મી ઓગસ્ટથી લેવાશે

- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

- કોરોનાને પગલે ક્લાસદીઠ 20 વિદ્યાર્થીની જ પરીક્ષા : તાલુકા કક્ષાને બદલે જિલ્લા કક્ષાએ જ લેવાશે

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
ધોરણ 10-12ની પુરક પરીક્ષા બોર્ડ દ્વારા 25મી ઓગસ્ટથી લેવાશે 1 - image


અમદાવાદ, તા.22 જુલાઇ, 2020, બુધવાર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ધો.10-12ની પુરક પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી દેવામા આવ્યા છે.જે મુજબ 25મી ઓગસ્ટથી રાજ્યભરમાં પુરક પરીક્ષા લેવાશે.

કોરોનાને પગલે આ વર્ષે જુલાઈમાં પરીક્ષા લઈ શકાઈ નથી અને કેન્દ્ર સરકારે પણ 31 જુલાઈ સુધી સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓ-વાલીઓ વધતા કોરોનાના કેસો વચ્ચે પુરક પરીક્ષા લેવાશે કે કેમ તેને લઈને મુંઝવણમાં હતા.દરમિયાન ગુજરાત બોર્ડ દ્વારા આજે પરીક્ષાની જાહેરાત કરી દેવાઈ છે. 

જે મુજબ 25મી ઓગસ્ટથી પરીક્ષાઓ લેવાશે. ધો.10 અને 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીની અને 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમા નાપાસ વિદ્યાર્થી પુરક પરીક્ષા લેવાશે.

ધો.12 સાયન્સની પરીક્ષઆ 25મીથી 27મી સુધી ચાલશે અને સવારે 10:30થી2 અને  બપોરે 3થી6:30 એમ બે સેશનમાં પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહની પરીક્ષા 23 મી ઓગસ્ટે રવિવારે એક જ દિવસે બપોરના સેશનમાં લેવાશે.

ધો.10ની પુરક પરીક્ષા 25મીથી ઓગસ્ટથી શરૂ થશે અને 28મી ઓગસ્ટ સુધી ચાલશે .જેમાં પણ સવારે 10:15થી 1:15 અને બપોરે 3થી6:15 સુધી એમ બે સેશનમાં પરીક્ષા લેવાશે.

કોરોનાને લીધે  દરેક કલાસમાં 30ને બદલે 20 જ વિદ્યાર્થીને બેસાડવામા આવશે અને તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવાશે.ગુજકેટમાં પણ આ રીતે પરીક્ષા લેવાશે. જો કે મહત્વનું છેકે કોરોનાને લીધે ગ્રામ્યના વિદ્યાર્થીઓને જિલ્લા કેન્દ્ર સુધી ન આવવુ પડે તે માટે દરેક તાલુકા કેન્દ્ર પર પરીક્ષાની માંગ હતી પરંતુ બોર્ડ દ્વારા જિલ્લા કેન્દ્રો પર જ પરીક્ષા લેવામા આવશે.

Tags :