Get The App

વડોદરામાં SRP જવાને દાઢી નીચે રાયફલ મૂકી જાતે ટ્રીગર દબાવી આત્મહત્યા કરી

Updated: Sep 16th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં SRP જવાને દાઢી નીચે રાયફલ મૂકી જાતે ટ્રીગર દબાવી આત્મહત્યા કરી 1 - image

image : Freepik

વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરામાં ગતરાત્રે SRPની ડ્યુટીમાં તૈનાત જવાને રાયફલમાંથી પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. લોહીથી લથપથ મૃતદેહ હોસ્પિટલ લવાયો હતો.

વડોદરામાં ગતરાત્રે ગાર્ડ ડ્યુટીમાં તૈનાત SRP જવાને પોતાની જ રાયફલ ગળા નીચે મૂકીને ટ્રિગર દબાવી જીવનનો અંત આણ્યો છે. આ ઘટનામાં મૃતક જવાનનો દેહ લોહીથી લથબથ હાલતમાં SSG હોસ્પિટલમાં વધુ કાર્યવાહી અર્થે લવાયો છે. બીજી તરફ પોલીસે આ અંગે ના કાર્બો જાણવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જીવન ટૂંકાવવાની ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન રીતે આગળ વધી રહી છે. રોજ કોઈ ને કોઈ કારણો સર લોકો જીવન ટૂંકાવતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આજે શહેરમાં ગાર્ડ ડ્યુટીમાં તૈનાત SRP જવાને પોતાની જ રાયફલ ગળા નીચે મૂકીને ટ્રિગર દબાવી જીવનનો અંત આણ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રવીણભાઈ જેસંગભાઈ બારીયા (ઉ. 47) (રહે. શક્તિ નગર, ડભોઇ રોડ) લાલબાગ SRP ગ્રૂપ-1ના ઝાંપા પર સંત્રી તરીકે ગાર્ડ ડ્યુટી પર તૈનાત હતા. ગતરાત્રે ફરજ દરમિયાન 12:57 કલાક પહેલા તેઓએ તેમની પાસે રહેલી ઇન્સાસ રાઇફલ દાઢી પર મૂકી ટ્રિગર દબાવી પોતાની જાતને ગોળી મારી દીધી હતી. જેમાં તેઓનું મૃત્યુ થયું હતું. ઘટના અંગે જાણ થતાં તેઓના દેહને લોહીથી લથબથ હાલતમાં SSG હોસ્પિટલમાં વધુ કાર્યવાહી અર્થે ખસેડવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Tags :