Get The App

પિતા માટે વિદેશથી દારૂની બોટલો લઈને આવેલો પુત્ર વડોદરા રેલવે સ્ટેશને ઝડપાયો

Updated: Mar 4th, 2024

GS TEAM

Google News
Google News
પિતા માટે વિદેશથી દારૂની બોટલો લઈને આવેલો પુત્ર વડોદરા રેલવે સ્ટેશને ઝડપાયો 1 - image

image : Freepik

વડોદરા,તા.04 માર્ચ 2024,સોમવાર

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન આવતા રેલવે પોલીસના માણસો શંકાસ્પદ મુસાફરો અને સામાન ચેકિંગમાં હતા તે વખતે એક યુવાન ગભરાતો જતો હતો. પોલીસે તેનો સામાન ચેક કરવાનું કહેતા તે વધારે ગભરાઈ ગયો હતો અને બેગમાં દારૂ હોવાનું પોલીસને જણાવ્યું હતું બાદમાં પોલીસે તેની પાસેની ગ્રેટ બ્લ્યુ કલરની સ્કૂલ બેગ ખોલીને જોતા સ્કોચ વ્હિસ્કીની ત્રણ બોટલ મળી હતી. પોલીસે તેના નામ સરનામાની પૂછપરછ કરતા પાર્થ સંજય બડગુજર રહે તુલસીભાઈની ચાલી સલાટવાડા જાણવા મળ્યું હતું પોતે મેડિકલમાં અભ્યાસ કરે છે અને થાઈલેન્ડ ફરવા ગયો હતો. તે વખતે પોતાના પિતાજીને દારૂ પીવા માટે આ બોટલ લઈને આવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે પાર્થ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :