"મારી માટી મારો દેશ" અભિયાન અંતર્ગત એકઠી કરેલી માટી તારીખ 27મીએ વડોદરાથી અમદાવાદ લઈ જવાશે
વડોદરા,તા.25 ઓક્ટોબર 2023,બુધવાર
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત 5 વિધાનસભાના કળશ અમદાવાદ ખાતે લઇ જવાશે.
આ અંગે માહિતી આપતા વિધાનસભાના દંડક વાળું ભાઈ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહએ જણાવ્યું હતું કે, "મારી માટી, મારો દેશ" પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના વીરો અને વિરાંગનાઓને વંદન કરવા અને તેમને સન્માનિત કરવા હેતુથી "મારી માટી, મારો દેશ-માતૃભૂમિને નમન, વીરોને વંદન" અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શાહની અધ્યક્ષતામાં અકોટા ગાર્ડન પાસે આવેલા રાધાકૃષ્ણ ચાર રસ્તા ખાતે થી તમામ 19 વોર્ડ માટે અમૃત કળશનું વિતરણ કર્યું હતું અને વડોદરાની દરેક વિધાનસભાની ઈ-વ્હીકલ અમૃત કળશ રથનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ આ રથ 6 ઓગષ્ટ થી 23મી સુધી 5 વિધાનસભામાં ફેરણી કરી હતી અને દરેક વિસ્તારમાંથી કળશમાં માટી એકત્ર કરી હતી આ માટી ભરેલા કળશ તારીખ 27મી ના રોજ અમદવાદ રિવર ફ્રન્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંજે પાંચ કલાકે થનાર કાર્યક્રમમાં લઇ જવામાં આવશે.
વડોદરા મહાનગરના 19 વોર્ડ ના વિવિધ વિસ્તારો માંથી એકત્ર કરેલ માટીના કળશ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં થનાર કાર્યક્રમ માટે માટી ભરેલા કળશ 27 તારીખે દિલ્હી લઇ જાવશે તે માટે ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે.