આજોલ પ્રા.શાળામાંથી તસ્કરો ટેબલેટ અને થર્મલ ગનની ચોરી કરી પલાયન

Updated: Jan 24th, 2023


પોલીસે ૧૫,૮૦૦ના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી

માણસા :  માણસા તાલુકામાં આવેલ આજોલ ગામની પ્રાથમિક શાળા નંબર એકમાં શનિ-રવિની રજામાં અજાણ્યા ચોર ઇસમોએ આચાર્યની ઓફિસ ના દરવાજાનું તાળું તોડી અંદર ની તિજોરી નું તાળું તોડી તેમાં મુકેલ ટેબલેટ અને થર્મલ ગનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે શાળાના આચાર્યએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના આજોલ ગામે તળાવની સામે આવેલ પ્રાથમિક શાળા નંબર એક નો શૈક્ષણિક સ્ટાફ ગત શનિવારે સવારની સ્કૂલ હોવાથી બપોરે ૧૨ વાગે શાળાના તમામ રૃમના દરવાજા ઓફિસના દરવાજા બધું બંધ કરી ઘરે ગયા બાદ અહીં કોઈપણ સમયે અજાણ્યા ચોર ઇસમો શાળામાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ્યા હતા અને અહીં આચાર્યના રૃમના દરવાજાનો નકુચો અને તાળું તોડી રૃમમાં મૂકેલી તિજોરી નું તાળું પણ તોડી તેમાં સરકાર દ્વારા બાળકો અને શિક્ષકોની હાજરી પુરવા માટે આપેલ ટેબ્લેટ અને તાવ માપવા માટેની થર્મલ ગનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા તો જ્યારે સોમવારે સવારે શાળાના આચાર્ય સુશીલાબેન સવારે દસ વાગ્યા શાળાએ પહોંચ્યા અને તેમની ઓફિસના દરવાજાનું તાળું તૂટેલુ જોતા તેમને ચોરી થઈ હોવાનો અંદાજ આવી ગયો હતો અને તેમણે ઓફિસમાં જઈ જોયું તો તિજોરીનું તાળું તૂટેલું હતું અને તેમાં મુકેલ ટેબલેટ અને થર્મલ ગન  ગાયબ જણાયા હતા જેથી તેમણે આ બાબત ની જાણ તાત્કાલિક માણસા પોલીસ સ્ટેશને કરી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ૧૫,૮૦૦ ના મુદ્દા માલની ચોરી બાબતે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

    Sports

    RECENT NEWS