હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન રક્તપિત્તના છ દર્દી મળી આવ્યા
દુઃખાવો નહીં થતા દર્દીઓ તપાસ કરાવતા નથી
ગાંધીનગર શહેર અને જિલ્લાના ૩.૫૫ લાખ ઘરોનું સર્વેલન્સ કરાયુંઃપોઝિટિવ દર્દીઆની તાત્કાલિક સારવાર શરૃ કરાઇ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લો ઘણા વર્ષોેથી રક્તપિત્તના કેસ ઓછા હોવાથી નાબૂદીના અંતિમ તબક્કામાં છે તેમ છતાં દર વર્ષે ૧૫ થી ૨૦ નવા કેસ મળી આવે છે.આ રોગમાં શરીર પર સંવેદના વગર ના ચાઠા, હાથ પગમાં બહેરાશ, કાનની બૂટ જાડી થવી, ચહેરા પર ગાંઠો, તેમજ આગળ જતા આંખ બંધના થવી, હાથપગની આંગળી વળી જવી જેવા લક્ષણો જોવા મળે છે પરંતુ કોઈપણ તબક્કે દુઃખાવોના થતો હોય દર્દી જલદી તબીબી તપાસ કરાવતા નથી.
રક્તપિત રોગને સમગ્ર દેશમાંથી નાબૂદ કરવા અને છુપાયેલા કેશો
શોધી ત્વરિત સારવાર આપી સાજા કરી નવા કેસ અટકાવવા માટે ગુજરાત રાજ્યના ૨૨
જિલ્લાઓના ૧૪૧ તાલુકાઓમાં લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઈન જાન્યુઆરી માસના પ્રથમ ૧૯
દિવસ દરમિયાન યોજાયુ હતું.જેમાં આશા અને મેલ વોલેન્ટિયરની તાલીમબધ્ધ ટીમ દ્વારા
ગાંધીનગર જિલ્લામાં ૩,૫૫,૦૮૨ ઘરોની
મુલાકાત લઈ શંકાસ્પદ લક્ષણો વાળા દર્દીઓ શોધી તેમને તબીબી તપાસ કરવામાં આવી જેમાં
ગાંધીનગર રૃરલમાં એક,ગાંધીનગર
કોર્પોેરેશનમાં એક, કલોલમાં
૩ અને માણસામાં એક રક્તપિત રોગના ૬ નવા
દર્દીઓ મળી આવ્યા છે જેમને ત્વરિત સારવાર શરૃ કરી દેવામાં આવી છે વહેલું નિદાન,નિયમિત અને પૂરતી
બહુઔષધીય સારવારથી વિના વિકૃતિ ચોક્કસ મટી શકે છે.
રક્તપિત રોગનું વહેલું નિદાન થાય તે હેતુથી રક્તપિત રોગની જાણકારી જનસમુદાયમાં વધે તેમજ વહેલા નિદાન કરી વિકૃતિ અટકાવી શકાય તે હેતુથી રક્તપિત રોગ વિશે આપવા સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન હાલ શરૃ કરવામાં આવ્યું છે જેમાં આરોગ્ય ટીમ દ્વારા ગ્રામસભા-જન આરોગ્ય સમિતિ મીટીંગ, જૂથ ચર્ચાના માધ્યમથી તેમજ શાળાઓમાં જઈ રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ લાવવા કામગીરી કરવામાં આવી રહી છે.