Get The App

વડોદરાના મકરપુરા રોડ પર દારૂની મહેફિલ માણતા છ નશેબાજો પકડાયા

Updated: Sep 7th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરાના મકરપુરા રોડ પર દારૂની મહેફિલ માણતા છ નશેબાજો પકડાયા 1 - image


Vadodara Liquor Crime : વડોદરાના માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે ગુપ્તા હોસ્પિટલની બાજુમાં કબીર કોમ્પલેક્ષ નજીક પાંચ થી છ વ્યક્તિઓ દારૂની મહેફિલ માને છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા છ વ્યક્તિઓ પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂની મહેફીલ માણતા મળી આવ્યા હતા. સ્થળ પરથી દારૂની બે બોટલ જેમાં થોડું દારૂ ભરેલો હતો. તેમજ છ ગ્લાસ અને સોડાની બોટલ પોલીસે કબજે કરી છે. પકડાયેલા નશેબાજોમાં (1) કનુ છગનભાઈ પટેલ (2) રાજન ઉર્ફે રાજુ રણજીતલાલ સુરતી (3) લલિત કેદારનાથ કશેરા (ત્રણેય રહેવાસી કબીર કોમ્પ્લેક્સ મકરપુરા રોડ) (4) જીતેન્દ્ર સુરેન્દ્રભાઈ મિસ્ત્રી (રહેવાસી હનુમાન પોળ વાડી) (5) અમરીશ રમેશભાઈ ઢાપરે. (રહે મણિનગર તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર)  તથા (6) બાબુ અંબાલાલ પટેલ (રહે પ્રાચી બંગલો બેસિલ સ્કૂલ ની પાછળ માણેજા )નો સમાવેશ થાય છે.

Tags :