વડોદરા: બાવામાનપુરામાં મકાનના ટેરેસ ઉપર જુગાર રમતા છ ઝડપાયા, એક વોન્ટેડ
Image Source: Freepik
વડોદરા, તા. 06 જૂન 2023 મંગળવાર
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં મકાનના ટેરેસ ઉપર જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડી 13 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે એક શખ્સ નાસી છૂટતાપોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
પાણીગેટ પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, પાણીગેટ બાવામાન પુરા વિસ્તારના હરીજન વાસમાં આવેલ આરીફ ગુલામમહંમદ મનસુરીના મકાનમાં કેટલાક વ્યક્તિઓ જુગાર રહે છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ટેરેસ ઉપર દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં કાલુંમિયા અમીરમિયા શેખ, આરીફ ગુલામમહંમદ મનસુરી, ઉસ્માનમીયા હુસેનમિયા મલેક, અબ્દુલરહેમાન યાસીનશા દિવાન, મોહમ્મદ રફીક સફીમોહમ્મદ શેખ અને ચાંદ નૂરભાઈ શેખ (તમામ રહે - બાવામાનપુરા) નો સમાવેશ થાય છે. જ્યારે દરોડા દરમિયાન બાબાભાઈ કમાલુદ્દીન સૈયદ ( રહે - બાવામાનપુરા) ટેરેસ ઉપરથી નાસી છૂટયો હતો. પોલીસે રોકડ રૂપિયા, 4 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 13,410 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.