app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સાહેબ,મારો પતિ દારૂ પીને ધમાલ કરે છે, પકડી જાવ..બે મહિલાએ પતિને લોકઅપમાં ફિટ કરાવ્યા

Updated: Nov 21st, 2023

વડોદરા,તા.21 નવેમ્બર 2023,મંગળવાર

દારૂ ઢીંચી તમાશો કરતા તેમજ અત્યાચાર ગુજારતા નશાબાજોને પરિવારના સભ્યો જ પોલીસના હવાલે કરી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે. ગઈ રાત્રે બે મહિલાઓએ તેમના પતિને પોલીસને હવાલે કર્યા હતા.

ફતેગંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક મહિલાએ કોલ કરી તેનો પતિ દારૂ પીને ધમાલ કરતો હોવાની જાણ કરતા પોલીસ મારુતિ હાઈટ્સ ખાતે પહોંચી હતી અને હર્ષદ ચૌહાણની અટકાયત કરી હતી.

આવી જ રીતે ખોડીયાર નગર નજીક મધરાતે દારૂના નશામાં ધાંધલ કરી રહેલા અરવિંદ ફૂલ માળીને પકડી જવા તેની પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી પોલીસે બંને બનાવવામાં પતિની સામે પીધેલાનો કેસ કરી લોકઅપમાં ફીટ કર્યા હતા.

Gujarat