સમા વિસ્તારમાં વેપારીઓએ મીની lockdown સામે બાંયો ચડાવી: દુકાનો ખોલી વિરોધ કર્યો
વડોદરા,તા.7 મે 2021,શુક્રવાર
કોરોના વાયરસના ફેલાવા પર કાબુ મેળવવા મીનીલોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્ય સહીત વડોદરામાં હેર સલુન અને બ્યુટી પાર્લરના , લેડીઝ ટેલર, હોમ એપ્લાયન્ઝ ધંધા રોજગારી પર પણ કોરોના વાયરસે કાતર ફેરવી દીધી છે. વડોદરા શહેરમાં આવેલા નાના-મોટા અંદાજે 2૦૦ થી વધુ પોતાની માલીકી કે ભાડાની મિલ્કતમાં કામ કરતા અસંખ્ય રોજમદાર કારીગરોની માસીક આવક પર પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. માલિકો અને કારીગીરી કરી પેટીયું રળતા કારીગરોની હાલત દયનિય બની છે, ત્યારે વડોદરાના વેપારીઓએ આ અંગે તંત્ર સમક્ષ આર્થિક મદદ માટે માંગ કરી વેપાર ધંધા ચાલુ કરવા રજૂઆત કરી છે.
સમા વિસ્તારના વેપારીઓએ પોતાની દુકાનો ખોલી આજે તંત્ર સામે બાંયો ચઢાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો જોકે થોડીક ક્ષણોમાં ફરી દુકાનો બંધ કરી વેપારીઓએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે દેશ લડત ચલાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં હેર કટિંગ સલુન , બ્યુટી પાર્લર, ટ્રેલર, હોમ એપ્લાયનઝ ધારકો પણ લડત આપી રહ્યા છે. અમે લોકો કારીગર વર્ગ હોવાથી આર્થિક સ્થિતિ સાધારણ હોવાથી રોજ કમાઈને ખાવા ખાવાવાળા છીએ, કોરોનાને લઈને મીની લોકડાઉન ચાલતું હોવાથી અમારી હાલત કપરી બની છે. અને મકાન તથા દુકાનના ભાડા કેવી રીતે ભરવા તે પ્રશ્ન વિકટ બન્યો છે. જેથી દિવસ દરમ્યાન મર્યાદિત સમય મા ધંધા રોજગાર ચાલુ કરવા માંગ કરી છે.તો બીજી મીઠાઈ ફરસાણ ની દુકાનો તથા બેકરીઓ ચાલુ રાખી સરકાર બર્થડે ઉજવવા ની મંજુરી આડકતરી રીતે આપતી હોવાના આક્ષેપ પણ કર્યા છે. વધુમાં જણાવ્યું હતું કે સરકાર માત્ર લોભામણી જાહેરાતો કરે છે. પરંતુ આર્થિક સહાયના નામે હજુ સુધી કાંઈ મળ્યું નથી