| symbolic |
વાઘોડિયારોડ પર રૃ.૨૦૦ કરોડના લેન્ડગ્રેબિંગના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે કોર્પોરેશનનું ફાઇનલ ફોર્મ તૈયાર કરનાર ડે ટીડીઓ સોહમ પટેલ,ડ્રાફ્ટમેન શનુ તડવી અને ક્લાર્ક નિર્મળ કંથારિયાની ધરપકડ કરી હતી.જેમાંથી સોહમ પટેલ અને નિર્મળને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
પરંતુ ડ્રાફ્ટમેન શનુ કાન્તિભાઇ તડવીની તબિયત બગડતાં તેને જમનાબાઇ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયો હતો.જ્યાંથી વહેલી સવારે તે પોલીસની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ,જાપ્તામાં હાજર પોલીસે શનુ તડવીને પથારીમાં નહિં જોતાં જવાનો ચોંક્યા હતા અને દોડધામ શરૃ કરી હતી.પોલીસ શનુ તડવીના ગોત્રીના કર્મજ્યોત સોસાયટી ખાતેના મકાને પહોંચી ત્યારે તે ત્યાં મળી આવ્યો હતો.જેથી તેને ઝડપી પાડી ફરીથી સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.
આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનો નોંધ્યો છે.પરંતુ પોલીસે ફરિયાદની સત્તવાર વિગતો જાહેર કરી નથી.


