Get The App

વડોદરા: રાજકીય આગેવાનના પુત્ર દ્વારા હિટ એન્ડ રનનો કિસ્સો: સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી IPC 304 કલમનો ઉમેરો કરવા હુકમ કર્યો

Updated: Sep 30th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા: રાજકીય આગેવાનના પુત્ર દ્વારા હિટ એન્ડ રનનો કિસ્સો: સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી IPC 304 કલમનો ઉમેરો કરવા હુકમ કર્યો 1 - image

વડોદરા,તા.30 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર

વડોદરા માંજલપુર સ્મશાન ખાતેથી મોપેડ પર પસાર થયેલી મહિલાને જીપે અડફેટે લેતા અકસ્માતમાં સર્જાયો હતો. અકસ્માતમાં મહિલા સહિત બે બાળકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 વર્ષના માસુમ બાળકનુ મોત નિપજ્યું હતુ. હીટ એન્ડ રનના ચકચારી આ બનાવમાં આરોપી હાલ જામીન મુક્ત છે. ત્યારે તપાસ અધિકારીએ આ ગુનામાં આઈપીસી 304ની કલમ ઉમેરવાની અરજ ગુજારતા ટ્રાયલ કોર્ટે તે અરજ રદ કરવાનો હુકમ સેશન્સ કોર્ટે રદ કરી આઈપીસી 304 કલમનો ઉમેરો કરવાનો હુકમ કર્યો છે.

બે મહિના અગાઉ બે પિતરાઇ ભાઇઓને ટયુશનમાંથી મોપેડ ઉપર  ઘરે પરત આવતી યુવતીને માંજલપુર વિસ્તારમાં જ જીપ લઇને આવતા દેવુલ ફુલબાજેએ ટક્કર મારી હતી.અકસ્માતના પગલે ત્રણેય રોડ પર ફંગોળાયા હતા જેમાં 7 વર્ષના બાળકનું મોત થયુ હતું. અકસ્માતના બાદ દેવુલ ફુલબાજેએ થોડે દૂર જીપ ડિવાઇડર પર ચડાવી દીધી હતી અને જીપ છોડીને ભાગી ગયો હતો. અકસ્માતના બે દિવસ બાદ તે માંજલપુર પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઇ ગયો હતો.

આ ગુનામાં અદાલતે દેઉલને જામીન ઉપર મુક્ત કર્યા બાદ તપાસ અધિકારીએ આઈપીસી 304ની કલમ ઉમેરવા અરજ ગુજારી હતી. અત્રેની સેશન્સ અદાલતમાં રજૂ થયેલી ફોજદારી રિવિઝન અરજમાં રાજ્ય સરકાર તરફી  ડીજીપી અનિલભાઈ દેસાઈએ દલીલો કરી હતી કે, આરોપીએ વગર ટ્રેનરે વાહન મોડીફાઇડ કર્યું હતું. વાહન પુરઝડપે હંકારી ડિવાઈડર ઉપર ચઢાવી અકસ્માત સર્જી બાળકનું મોત નિપજાવ્યું છે. આરોપી જાણતો હતો કે, હું વાહન શીખું છું ચલાવીશ તો કોઈનું મોત નિપજશે. જેથી સ્પષ્ટ પણે આપીસી કલમ 304 તત્વો લાગુ પડે છે. તેમ છતાં ટ્રાયલ કોર્ટે આ હકીકતેને ધ્યાનમાં લીધા વગર વિવાદિત હુકમ કર્યો છે.

આ ગુનાનો આરોપી સાત વર્ષના માસુમ બાળકને કચડી નાખી તેનું મોત નીપજાવી નાસી છૂટયો હતો. તપાસ અધિકારીએ આઇપીસી 304 કલમનો ઉમેરો કરવાનો રિપોર્ટ ટ્રાયલ કોર્ટમાં નામંજૂર કર્યો છે. તે હુકમ રદ કરી આઈપીસી કલમ 304 ઉમેરોનો રિપોર્ટ મંજૂર રાખી એફઆઈઆર સાથે રાખવા હુકમ કરવા વિનંતી છે. બંને પક્ષોની દલીલો બાદ અદાલતે આ કેસમાં આઇપીસી 304 ની કલમનો ઉમેરો કરવાની અરજી સંદર્ભેનો ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી એફઆઇઆરમાં આઇપીસી 304ની કલમ ઉમેરવા હુકમ કર્યો હતો. આરોપી જામીન મુક્ત થતાં પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, માંજલપુર હિટ એન્ડ રન કેસમાં 7 વર્ષના બાળકને જીપથી કચડી નાખનાર 19 વર્ષના દેવુલ ફુલબાજે સામે ફરિયાદ મુજબ પોલીસે 304 એ મુજબનો ગુનો દાખલ કર્યા બાદ આરોપી અદાલતમાંથી જામીન મુક્ત થતાં અનેક સવાલો ઊભા થયા હતા. જેથી તપાસ કરનાર પો.ઇન્સપેક્ટર કે.એમ.છાસિયાએ આઈપીસી 304 ઉમેરવા ટ્રાયલ કોર્ટમાં ઉમેરો કરવાની અરજ કરતા તે રદ કર્યા હતો. જેથી આ વિવાદિત હુકમથી નારાજ થઈ ફોજદારી રિવિઝન અરજી કરી હતી.

આવુ કૃત્ય કરવાથી વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે તેનું જ્ઞાન આરોપીને હતુ અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, 304(અ) એટલે ગુનો કરનાર આરોપીનો હત્યાનો ઇરાદો નહતો અને આવુ કૃત્ય કરવાથી સામેવાળી વ્યક્તિનું મૃત્યુ થશે એવી જાણ પણ ન હતી. જ્યારે કલમ 304 એટલે આરોપીનો ઇરાદો હત્યાનો નહતો પરંતુ આવુ કૃત્ય કરવાથી સામેવાળી વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે તેનું જ્ઞાન હતુ. 304(અ) જામીનપાત્ર ગુનો છે અને ૩ વર્ષ કેદની સજા છે જ્યારે કલમ 304 બિનજામીનપાત્ર ગુનો છે અને મહતમ 10 વર્ષ કેદની સજા છે.


Tags :