વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો ૭૦મો પદવીદાન સમારોહ આવતીકાલે પાંચ ફેબુ્રઆરી શનિવારના રોજ યોજાશે.
કોરોનાના કારણે સાદાઈ પૂર્વક યોજાનાા પદવીદાન સમારોહમાંથી સિન્ડિકેટ અને સેનેટ સભ્યોની બાદબાકી કરી દેવામાં આવી છે.ગણતરીના લોકોની હાજરીમાં પદવીદાન સમારોહનુ આયોજન કરાશે અને તેનુ ઓનલાઈન પ્રસારણ કરવામાં આવશે.
મળતી વિગતો પ્રમાણે કોરોનાના કારણે સતત બીજા વર્ષે પદવીદાન સમારોહ ઓનલાઈન યોજવાનુ નક્કી કરાયુ છે.જેના ભાગરુપે બીબીએ બિલ્ડિંગ ખાતે સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપનારા મુખ્ય અતિથિ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી તેમજ યુનિવર્સિટીના ચાન્સેલર, વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને ગણતરીના અધિકારીઓ સહિત માત્ર ૨૫ જેટલા લોકોની ઉપસ્થિતિમાં સમારોહ યોજાશે.
સમારોહમાં ડિગ્રી એનાયત કરવાની જાહેરાત કરવા માટ ેફેકલ્ટી ડીન્સ હાજર રહેશે.આ સિવાય અન્ય કોઈને નિમંત્રણ આપવામાં આવ્યુ નથી.સેનેટ અને સિન્ડિકેટ સભ્યોની પણ બાદબાકી કરવામાં આવી છે.પદવીદાન સમારોહનુ યુનિવર્સિટીના સોશિયલ મીડિયા પેજ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
પદવીદાન સમારોહમાં ૧૫૦૪૯ વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ ૨૭૭ ગોલ્ડ મેડલ એનાયત કરવાની જાહેરાત કરાશે.જોકે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં બીજો એક મહિનો લાગશે.


