ગુજરાતમાં સી-પ્લેન ઉડશે,ચાર વોટર એરોડ્રોમ ઉભા કરવા તૈયારી
- આજે કેબિનેટની બેઠકમાં MOUની દરખાસ્ત
- ઉડાન યોજના હેઠળ કેન્દ્ર-ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે કરાર થશે
અમદાવાદ, તા. 14 જુલાઇ, 2020, મંગળવાર
આગામી દિવસોમાં ગુજરાતમાં હવે સી-પ્લેન ઉડતા નજરે પડશે.પ્રવાસન ઉદ્યોગને વેગ મળે,રાજ્યમાં હવાઇ સેવા શરૂ થાય તેવા હેતુસર રાજ્યમાં ચાર વોટર એરોડ્રોમ ઉભા કરવા નક્કી કરવામાં આવ્યુ છે.
આવતીકાલે પાટનગરમાં મળનારી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે એમઓયુ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે. ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ,કેવડિયા નર્મદા ડેમ , શેંત્રૂંજય ડેમ,પાલિતાણા અને ધરોઇડેમમાં વોટર એરોડ્રોમ ઉભા કરવા આયોજન કરાયુ છે.
કેન્દ્ર સરકારની રિજિયોનલ કનેક્ટિવીટી સ્કિમ ઉડાન હેઠળ ગુજરાતમાં ચાર સૃથળોએ વોટર એરોડ્રોમ નિર્માણ કરી હવાઇ સેવા શરૂ કરવામાં આવશે. વોટર એરોડ્રોમ માટે રાજ્ય સરકાર એકથી માંડીને અઢી એકર સુધીની જમીન ઉપલબૃધ કરાવશે.આ ઉપરાંત કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન વિભાગની મંજૂરી મળતાં ગુજરાતના અન્ય સૃથળોે પણ એરોડ્રોમ ઉભા કરવામાં આવશે.
પાણીમાં એમ્ફિબિયસ વિમાન ઉતરાણ કરી શકે અને વોટર એરોડ્રોમમાં વિમાન પાર્ક કરી શકે તે રીતે વોટર એરોડ્રોમનુ નિર્માણ કરવામાં આવશે. કેટલાંક ટાપુના દેશોમાં ખાસ કરીને આઇલેન્ડ જેવા સમૃધૃધ દેશોમાં વોટર એરોડ્રોમ છે.કેનેડામાં ગ્રેટ સ્લેવ તળાવ પર અને વેનકુવર આઇસલેન્ડ પર ટોફિનો પર પણ વોટર એરોડ્રોમ નિર્માણ થયાં છે.
ગુજરાતમાં વોટર એરોડ્રોમ નિર્માણ થવાથી લોકોને હવાઇ સેવાનો લાભ મળશે. આ ઉપરાંત પ્રવાસનને વેગ મળશે.સાથે સાથે રોજગારીની તકો ઉભી થશે.કુદરતી આપદા વખતે પણ વોટર એરોડ્રોમ ઉપયોગી સાબિત થાય છે.
આ પ્રોજેક્ટમાં ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇમ્પેલીમેન્ટ એજન્સી તરીકે કાર્ય કરશે.વોટર નેશનલ હાઇડ્રોગ્રાફિક ઓફિસ વોટર એરોડ્રોમ માટેની સાઇટનો સર્વે હાથ ધરશે.રાજ્ય સરકાર એરોડ્રોમનુ ઓપરેશન અને મેઇન્ટેનન્સ કરશે સાથે વિજળી-પાણી સહિત અન્ય સુવિધા પુરી પાડશે.
કયાં કયાં વોટર એરોડ્રોમ બનાવાશે
સાબરમતી રિવરફ્રન્ટ,અમદાવાદ
નર્મદા ડેમ , કેવડિયા
શેંત્રૂંજય ડેમ,પાલિતાણા
ધરોઇડેમ , મહેસાણા