Get The App

ભારે વરસાદને પગલે આજે અમદાવાદમાં સ્કૂલો-કોલેજો બંધ : જીટીયુની પરીક્ષાઓ યથાવત

અમદાવાદ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં પરીક્ષા લેવી મુશ્કેલ

Updated: Jul 11th, 2022

GS TEAM

Google News
Google News
ભારે વરસાદને પગલે  આજે અમદાવાદમાં સ્કૂલો-કોલેજો બંધ : જીટીયુની પરીક્ષાઓ યથાવત 1 - image

અમદાવાદ

સમગ્ર શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે આવતીકાલે ૧૧મીએ સ્કૂલો-કોલેજો બંધ રહેશે. મોડી રાત્રે જીલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામા આવી હતી. ઉપરાંત કોર્પોરેશન હેઠળની પણ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. અમદાવાદ ઉપરાંત બોડેલી સહિતના મધ્યગુજરાતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદને પગલે જીટીયુની વિવિધ કોર્સની સમર સેમ.પરીક્ષાઓ આવતીકાલે લેવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. જીટીયુ મોડી રાત સુધી પરીક્ષા મોકુફીનો કોઈ નિર્ણય લઈ શકી ન હતી પરીક્ષા લેવા મુદ્દે મુંઝવણ ઉભી થઈ હતી.

રવિવારે મોડી સાંજથી અમદાવાદમાં ભારે વરસાદ પડવાનું શરૃ થયુ હતુ અને લગભગ મોડી રાત સુધી ભારે વરસાદ પડયો હતો. કેટલાક વિસ્તારોમાં તો આઠથી દસ ઈંચ  વરસાદ પડયો હતો અને ખાસ કરીને પશ્ચિમમાં અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા તેમજ મોટા ભાગના અંડરપાસ પાણીમા ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે અમદાવાદમાં જનજીવન ખોરવાઈ ગયુ હતુ.સીઝનનો સૌથી વધુ વરસાદ રવિવારે એક જ દિવસમાં નોંધાયો હતો. આ ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરની સ્કૂલો-કોલ

ેજોમાં પણ રજા આપી દેવાઈ છે. કલેકટર દ્વારા અપાયેલી સૂચના મુજબ સ્કૂલો-કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રહેશે.મોટા ભાગની ખાનગી સ્કૂલોએ પણ મોડી રાત્રે વાલીઓને મેસેજ કરીને સ્કૂલ બંધ રહેવાની સૂચના આપી દીધી હતી.  મ્યુ.કમિશનરની સૂચનાથી કોર્પોરેશન હેઠળની તમામ સ્કૂલોમાં પણ આવતીકાલે ૧૧મીએ સ્કૂલબોર્ડ દ્વારા રજા આપી દેવાઈ છે. જ્યારે જીટીયુની હાલ ચાલી રહેલી વિવિધ કોર્સની સમર સેમેસ્ટર પરીક્ષાઓ મોકુફ રહેશે કે કેમ તેને લઈને  કુલપતિ દ્વારા મોડી રાત સુધી કોઈ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ કોલેજો બંધ હોવાથી પરીક્ષા કઈ રીતે લેવાઈ શકે તે પણ મોટો પ્રશ્ન છે.જો કે યુનિ.એ હાલ તો પરીક્ષાઓ યથાવત રાખવી તેવુ નક્કી કર્યુ છે