સગીરાને ભગાડી જનારા છોકરાના પિતાએ બીજી છોકરીને ઉપાડી જવાની ધમકી આપી

બાપુનગરમાં ટયુશન ક્લાસમાં ગયેલી સગીરા યુવક ભગાડી ગયો હતો

ફરિયાદ પરત નહી ખેંચો તો તમારા છોકરાના હાથ-પગ તોડી નાંખીશ

Updated: Jan 25th, 2023

અમદાવાદ,બુધવાર

બાપુનગરમાં ૨૦ દિવસ પહેલા ટયુશન ક્લાસમાં ગયેલી સગીરાને પડોશી યુવક ભગાડીને લઇ જતો રહ્યો હતો. સગીરાના પરિવારજનોએ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા યુવકના પિતાએ સગીરાના પિતાને ખેચ પરત ખેંચવા માટે ધમકી આપી હતી કે જો કેસ પાછો ખેંચવામાં નહી આવે તો તમારી બીજી દિકરીને ઉપાડી જઇશ અને તમારા છોકરાના હાગ-પગ તોડી નાંખીશું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સગીરાને ભગાડી જનારા  યુવકના  પિતાએ પડોશીને  કહ્યું ફરિયાદ પરત નહી ખેંચો તો તમારા છોકરાના હાથ-પગ તોડી નાંખીશ

  આ કેસની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષની મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા રાજકુમાર અને તેમની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૭ના રોજ ફરિયાદીના દિકરી સાંજે ચાર વાગે વિસ્તારમાં ટયુશન ક્લાસમાં ગઇ હતી,જ્યાં રસ્તામાંથી તેમની સગીર દિકરીને પડોશી આરોપીનો દિકરો ભગાડીને જતો રહ્યો હતો.

જેથી ફરિયાદીએ પડોશી યુવક સામે અપહરણનો ગુનો નોંધાવ્યો હતો,જેને લઇને ગઇકાલે બપોરે પડોશી યુવકના માતા અને પિતાએ તેમના ઘર પાસે આવીને કહ્યું કે તમે મારા પુત્ર સામે અપહરણની ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લો કહીને ગાળો બોલતા હતા, જેથી ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને ધમકી આપી હતી કે તમે ફરિયાદ પરત નહી ખેંચો તો તામારી બીજી દીકરી જ્યાં નોકરી જાય છે ત્યાંથી ઉપાડી જઇશું અને  તમારા દિકરના હાથ-પગ તોડી નાંખીશું,  આ બનાવ  અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરી છે.


    Sports

    RECENT NEWS