Get The App

અન્ય રાજ્યથી ગુજરાત આવતા મુસાફરો માટે હવે RT-PCR ફરજીયાત નહીં

-છેલ્લા દોઢ મહિનામાં ત્રીજી વખત નિયમમાં ફેરફાર

-અગાઉ અન્ય રાજ્યના મુસાફરોનો ૭૨ કલાક સુધીનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાતો હતો

Updated: May 13th, 2021

GS TEAM

Google News
Google News

અમદાવાદ, ગુરુવાર

અન્ય રાજ્યથી ગુજરાત આવતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. આંતરરાજ્ય ડોમેસ્ટિક મુસાફરી કરતાં સ્વસ્થ વ્યક્તિઓમાં આરટીપીસીઆર પરીક્ષણની આવશ્યક્તાને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. અગાઉ ગત મહિને કોરોનાના કેસમાં વધારો થતાં અન્ય રાજ્યથી ગુજરાતમાં આવતા મુસાફરો માટે ૭૨ કલાક સુધીનો આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો હતો. જોકે, હજુ કોરોના સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવ્યો નથી ત્યારે અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવનારા માટે  આરટીપીસીઆર પરીક્ષણની આવશ્યક્તાને સંપૂર્ણપણે દૂર કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે.

આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર કોવિડ-૧૯ના આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટેની ગાઇડલાઇનમાં કેટલાક સુધારા કરવામાં આવેલા છે. જેના અનુસાર કોઇ વ્યક્તિનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કે આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો હોય તો તેનો ફરીથી આરટીપીસીઆર થવો જોઇએ નહીં. કોરોનાથી સાજા થયેલા દર્દીને હોસ્પિટલમાંથી રજા મળે ત્યારે તેને કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવાની જરૃર નથી. આંતરરાજ્ય મુસાફર સ્વસ્થ હશે તો તેને આરટીપીસીઆર ટેસ્ટની આવશ્યક્તા દૂર કરવામાં આવેલી છે. જેમના માટે જરૃરી ના હોય અથવા તો કોવિડ-૧૯ કે તાવવના લક્ષણ હોય તો તેમણે પ્રવાસ ટાળવો જોઇએ. કોઈ પણ પ્રવાસીઓને આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત રાખવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ, છેલ્લા દોઢ મહિનામાં ત્રીજી વખત નિયમોમાં ફેરફાર થતા હજારો મુસાફરોને રાહત થશે.

અમદાવાદ એરપોર્ટ અત્યાર સુધી બહારથી  આવતા તમામ મુસાફરો  ૭૨ કલાક પહેલાનઆરટીપીસીઆર ટેસ્ટ ચેક કર્યા બાદ જ ટમનલની બહાર નીકળવા માટે મંજૂરી આપવામાં આવતી હતી. અને જો કોઈ પ્રવાસી આરટીપીસીઆર ટેસ્ટ માન્ય ના હોય અથવા તો લઈને ન આવ્યો હોય તો એરપોર્ટના એરાઇવલ એરિયા માં ટેસ્ટ કરવાની વ્યવસ્થા ઊભી કરાઇ હતી. પરંતુ ટેસ્ટનું પરિણામ આવે નહીં ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટ એરાઇવલ ના ટમનલની ની અંદર જ પાંચથી છ કલાક બેસી રહેવું પડતું હતું જેના કારણે તેમને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડતો હતો અને ઘણી વખત એરલાઇન્સના કર્મચારી સાથે પણ રકઝક થતી હોવાના દ્રશ્યો સામે આવતા હતા.

ત્યારબાદ કેન્દ્ર સરકારના હેલ્થ વિભાગ દ્વારા નિયમમાં ફેરફાર થઈ ફક્ત બહારથી આવતા મુસાફરો પણ જો તે અમદાવાદનો હોય તો તે એરપોર્ટ પર પોતાનું આધારકાર્ડ બતાવીને બહાર નીકળી શકે છે તેવો નિયમ લાગુ કરાયો હતો. પણ ગુજરાતમાં ફરીથી કોરોના કેસ કંટ્રોલ બહાર જતા રહેતા ફરીથી એરપોર્ટ ઉપર તમામ મુસાફરો માટઆરટીપીસીઆર ફરજિયાત કરાયો હતો. હવે સરકારે દોઢ મહિનામાં ત્રીજી વખત નિયમમાં ફેરફાર કરી બહારગામથી આવતા તમામ મુસાફરો માટે આરટીપીસીઆરટેસ્ટ મરજીયાત કરી દીધો છે.  હવે તેઓ ટેસ્ટ બતાવ્યા  વિના ટમનલની બહાર સરળતાથી નીકળી શકશે અને તેમના સમયનો પણ બચાવ થશે.