Get The App

રીલીફ ફરોડ ઉપર ખરીદી કરવા આવેલી મહિલાની રૃ.1.50 લાખની મત્તાની લૂંટ

દિવાળીના તહોવારોમાં પાકીટમાર ગેંગ સક્રીય

ભીડભાડ વાળા વિસ્તારોમાં પર્સ, મોબાઇલ, વાહન ચોરીના વધતા બનાવો

Updated: Nov 3rd, 2021

GS TEAM


Google News
Google News
રીલીફ ફરોડ ઉપર ખરીદી  કરવા આવેલી મહિલાની રૃ.1.50 લાખની મત્તાની લૂંટ 1 - image

અમદાવાદ,મંગળવાર

દિવાળીના પર્વમાં પાકીટમાર લૂંટારુ ટોળકી સક્રિય બની રહી છે, રિલિફરોડ ઉપર ખરીદી કરવા માટે આવેલી મહિલાના પર્સમાંથી રૃા. ૧.૫૦ લાખના મંગળસુત્ર સહિત કુલ રૃા. ૧.૫૪ લાખની  મત્તાની લૂંટ થઇ હતી. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

લાલ દરવાજા ભદ્ર, દિલ્હી દરવાજા, રાયપુર સહિત ભીડભાડ વાળા  વિસ્તારોમાં પર્સ, મોબાઇલ, વાહન  ચોરીના વધતા બનાવો

આ કેસની વિગત એવી છે કે  થલતેજ શિલજ રોડ ઉપર વેનેસીયન વિલા બંગલોઝ પાસે દ્વારકેશ ગ્રીન્સમાં રહેતા બિંદુબહેન તનમયકુમાર પટેલ (ઉ.વ.૪૦) તા.૩૧ના રોજ રતનપોળમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. તેઆ સાંજે પાંચ વાગે રીલીફ રોડ ઉપર એલઆઇસી બિલ્ડીંગ પાસેથી પસારથી રતનપોળમાં જતા હતા. આ સમયે તેમના હાથમાં લટકાવેલા પર્સની ચેઇન ખોલીને અજાણી વ્યક્તિએ પર્સમાંથી  રૃા. ૧.૫૦ લાખની કિંમતનું  સોનાનું મંગળ સુત્ર તથા રોકડા રૃા. ૪,૫૦૦ મળી કુલ રૃા. ૧,૫૪,૫૦૦ની મત્તાની લૂંટ ચલાવીને નાસી ગઇ હતી.

આ બનાવ અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દિવાળીના પર્વમાં લાલ દરવાજા, દિલ્હી દરવાજા અને રાયપુર, કાલુપુર સહિતની વિસ્તારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડયા હોવાતી ભારે ભીડનો લાભ  પાકીટમાર ઉઠાવી રહી છે. તાજેતરમાં કારંજ પોલીસે ડેમો પણ રાખ્યો હતો જેમાં મહિલાઓના પર્સમાંથી મોબાઇલ તથા કિમતી સામનની ચોરી કરી છતા તેમને ખ્યાલ પણ આવ્યો ન હતો. પોલીસે લોકોને સર્કત રહેવા માટે સુચાનો પણ આપી હતી.

Tags :