app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ભાજપના ધારાસભ્ય પી.સી.બરંડાના પત્નીને બંધક બનાવીે ૯.૭૦ લાખની લૂંટ

ગુજરાતમાં પૂર્વ આઇપીએસ અને ધારાસભ્યનું ઘર જ સલામત નથી!

અરવલ્લીના વાંકાટીબા ગામની ઘટનાઃ પી.સી.બરંડાના પત્નીને મોઢામાં ડુચો મારીને બાંધી દીધાઃ રાજસ્થાનની ઉદેપુર, ડુંગરપુર તરફની ગેંગ હોવાની શક્યતા

Updated: Sep 15th, 2023

અમદાવાદ, શુક્રવાર

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક સવાલ ઉભા થતા હોય છે ત્યારે પૂર્વ આઇપીએસ અધિકારી અને ભિલોડાના ધારાસભ્ય પી સી બંરડાના  ગામ વાંકાટીબામાં આવેલા મકાનમાં ગત મધરાત્રીએ ત્રાટકેલી લૂંટારૂ ગેંગ દ્વારા રોકડ અને સોનાના દાગીના સહિત કુલ રૂપિયા ૯.૭૦ લાખની મત્તાની લૂંટ કરવામાં આવી હતી. જેમાં પૂનમચંદ બરંડાના પત્નીને લૂંટારૂઓએ મોઢા પર ડુચો મારીને પલંગ સાથે બાંધી દીધા હતા. આ સમયે જપાજપીમાં તેમને ઇજાઓ પણ થઇ હતી. આ સમગ્ર ઘટના બની ત્યારે ધારાસભ્ય બરંડા ગાંધીનગર ખાતે હતા. જે તાત્કાલિક દોડી આવ્યા હતા. બીજી તરફ આ બનાવને લઇને અરવલ્લી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ સ્થળ પર આવ્યો હતો. જેમાં સીસીટીવી ફુટેજને આધારે એક શકમંદની ઝડપીને રાજસ્થાનના ઉદેપુર અને ડુંગરપુર તરફ પોલીસની ટીમને રવાના કરવામાં આવી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે અરવલ્લીના ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આઇપીએસ અધિકારી પૂનમચંદ બરંડા તેમના પરિવાર સાથે વાંકાટીબા ગામ ખાતે પરિવાર સાથે  રહે છે. હાલ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાને કારણે પૂનમચંદ  બરંડા ગાંધીનગર ખાતે હતા. ત્યારે ગુરૂવારની રાતે લૂંટારૂ ગેંગ તેમના ઘરમાં ત્રાટકી હતી. આ સમયે  બરંડાના પત્ની ચંદ્રિકાબેન સુતા હતા તે સમયે જ ગેંગના કેટલાંક લોકોએ ે પલંગ પર ચાદરથી તેમના હાથ પગ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ચંદ્રિકાબેન જાગી લૂંટારૂઓ સાથે જપાજપી થઇ હતી અને લૂંટારૂઓએ તેમના મોમાં ચાદરનો ડીચો મારતા સમયે દાંત તુટી ગયો હતો. બાદમાં લૂંટારૂઓ તેમને બાંધીને ઘરમાંથી ૪૦ હજારની રોકડ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા ૯.૭૦ લાખની મત્તાની લૂંટ કરીને નાસી ગયા હતા.  બાદમાં આ અંગેપૂનમચંદ બરંડાને જાણ કરવામાં આવતા તે તાત્કાલિક વાંકાટીબા ગામ ખાતે દોડી આવ્યા હતા. સાથેસાથે જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ સહિતનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. ચંદ્રિકાબેેનની પ્રાથમિક પુછપરછમાં લૂંટારૂઓ રાજસ્થાની હિન્દીમાં વાત કરતા હોવાનું જાણવા મળ્યું હતું.  ઉપરાંતઆસપાસના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. જેના આધારે એક શકમંદને ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ આ ગેંગ ઉદેપુર અને ડુંગરપુર તરફની હોવાનું બહાર આવતા પોલીસની અલગ અલગ ટીમને રાજસ્થાન રવાના કરવામાં આવી હતી.

Gujarat