વડોદરા,તા,25,જાન્યુઆરી,2020,શનિવાર
તરસાલી વિશાલનગરમાં નજીવી બાબતે તકરાર થતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જે અંગે મકરપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે તરસાલી વિશાલનગરમાં રહેતો મહેન્દ્રસિંહ પઢિયાર અને તેનો મિત્ર સંજુ બ્રાહ્મણ, અંદરોઅંદર એકબીજાની મશ્કરી કરતા હતા. તે સમયે ત્યાંથી પસાર થતા અનુજ- નામના શખ્સને લાગ્યું હતુ કે તેની મશ્કરી થઈ રહી છે. જે મુદ્દે તકરાર થતા થોડીવારમાં અનુજ અન્ય સાગરિતો મોન્ટુ, નરેન્દ્ર, કિશોર, કૃણાલ, નિરવ વિગેરે સાથે પાઈપ, ડાંગ, સાથે મહેન્દ્રના ઘરે ધસી આવ્યા હતા. અને પથ્થરમારો કરી મહેન્દ્ર મહેન્દ્રના સગર્ભા બહેન અને મહેન્દ્રના બનેવીને ઈજા પહોંચાડી હતી. હુમલાખોરોએ દારૃનો નશો કર્યો હતો. જ્યારે સામાપક્ષે વિશાલનગરમાં રહેતા મનિષ ત્રિવેદીએ મહેન્દ્રભાઈ, મહેન્દ્રના બનેવી, સંજય રાજયના પિતા, મહેન્દ્રના મિત્ર લાલાભાઈ, ધવલભાઈ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગાડી પાર્ક કરવા બાબતે તકરાર થતા આરોપીઓએ હુમલો કર્યો હતો.


