કાલોલમાં હિંસક ટોળાનો આતંક પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ

હિંસક ટોળાનો પોલીસ સ્ટેશનથી પાલિકા સુધી તેમજ અન્ય વિસ્તારોમાં પોલીસ પર હુમલો ઃ પોલીસનું હવામાં ફારરિંગ અને ટિયરગેસના સેલ છોડાયા

કાલોલ તા.૧૦ કાલોલ શહેરમાં ગૌહત્યા અને ગૌમાંસ માટેના કાળા કરતૂતો પ્રકાશમાં આવતા તેની સામે થયેલી પોલીસ કાર્યવાહીની દાઝે શનિવારે તોફાની તત્વોએ શહેર સળગાવતાં નગરની કોમી એકતા દાઝીને ભડકી ઉઠી હતી. તોફાની તત્વોએ અનેક વિસ્તારોમાં ભારે પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ કરી સમગ્ર શહેરને બાનમાં લીધું હતું. પોલીસ પર  હુમલો કરતા પોલીસે ફાયરિંગ તેમજ ટિયરગેસના સેલ છોડવા પડયા હતાં. 

કાલોલ શહેરમાં ગત અઠવાડિયે બાઇક પર લઇ જવાતો ગૌમાંસનો જથ્થો ઝડપાવાના કિસ્સામાં શુક્રવારે મોડી રાત્રે ગૌમાંસ અંગેની પોલીસને બાતમી આપવાની અદાવતે ગધેડી ફળિયાના એક દુકાનદારને બોરુ ટનગ પાસે આંતરીને કેટલાક લઘુમતી કોમના યુવકોએ હિન્દુ દુકાનદારને માર માર્યો હતો. આ અંગે દુકાનદારે કાલોલ પોલીસને કરેલી ફરિયાદ બાદ આજે સવારે પોલીસે દુકાનદાર સાથે મારામારી કરતા ત્રણ મુસ્લિમ યુવકોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લાવવા સામે બપોરે બાર વાગ્યાના સુમારે કેટલાક લઘુમતી કોમના ટોળાં પોલીસ સ્ટેશન સામે જમા થઈ કાફિરોને મારો.. ગાયોને કાપો જેવી કિકિયારીઓ પાડીને લઘુમતી કોમના ટોળાંઓએ પોલીસ સ્ટેશન સામેના હાઈવે રોડથી ગધેડી ફળિયા વિસ્તારમાં મારો... કાપોની બૂમો પાડી પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો.

તોફાની તત્વોએ ગધેડી ફળિયામાં ફરિયાદીની દુકાન સહિત હિન્દુ માલિકોની દુકાનોમાં ઘૂસીને દુકાનોની તોડફોડ કરી સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. લઘુમતી કોમના ટોળાંઓના જાહેરમાં આતંકથી શહેરનું વાતાવરણ તંગ બની જતાં બજારોમાં દુકાનદારોએ પોતાના શટરો બંધ કરી દીધા હતાં. 

કાલોલમાં કોમી હિંસાના બનાવને પગલે પોલીસે જિલ્લા પોલીસની મદદ માગતા જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સહિત પોલીસ કાફલો કાલોલ દોડી આવ્યો હતો. પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવામાં ફાયરિંગ તેમજ ટિયરગેસના સેલ છોડીને હિંસા પર ઉતરી આવેલા ટોળા પર અંકુશ મેળવ્યો  હતો. લઘુમતી કોમના ઉપદ્રવ સામે હિન્દુઓના પણ ટોળા આવી જતાં કાલોલ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મસ્જિદ ફળિયામાં પણ પોલીસ પર હુમલો થયો હતો.City News

Sports

RECENT NEWS