Get The App

ગેરકાયદે ઈંધણનું વેચાણ પકડાતા બાયોડીઝલનું છૂટક વેચાણ સ્થગિત

Updated: Jul 29th, 2021

GS TEAM

Google News
Google News
ગેરકાયદે ઈંધણનું વેચાણ પકડાતા બાયોડીઝલનું છૂટક વેચાણ સ્થગિત 1 - image


ડીઝલમાં મિશ્રણ અને ઉદ્યોગો સિવાય ઉપયોગ થાય તો કાર્યવાહી

ગુજરાત પોલીસે નકલી બાયોડીઝલ સામે કાર્યવાહી કર્યા પછી પુરવઠા તંત્રને દરોડા પાડવાની સત્તા આપતો સત્તાવાર પરિપત્ર

અમદાવાદ : ગુજરાતમાં બાયોડીઝલના નામે કેમિકલનું મિશ્રણ વેચવાના વ્યાપ્ત બની ચૂકેલા કૌભાંડમાં આખરે પુરવઠા તંત્રને સત્તા આપવામાં આવી છે. તા. 28 જુલાઈના રોજ અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા સત્તાવાર રીતે બહાર પાડેલા પરિપત્ર અનુસાર બાયોડીઝલનું છૂટક વેચાણ હવે સૃથગિત કરી દેવાનું રહેશે.

આમ તો, બાયોડીઝલના છૂટક વેચાણના આઉટલેટ માટે વિચારણા ચાલે છે છતાં અમુક લોકોએ ગેરકાયદે બાયોડીઝલ બનાવી ગેરકાયદે વેચાણ શરૂ કર્યું હતું. વાહનો માટે, ઓઈલ એન્જિનમાં વપરાતા ડીઝલમાં બાયોડીઝલનું નિશ્ચિત માત્રામાં મિશ્રણ કરવા કે ઉદ્યોગોમાં જ બાયોડીઝલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સૌથી મહત્વની બાબત એ છે કે, ગુજરાત પોલીસે નકલી બાયોડીઝલ વેચનારા લોકો સામે 500 જેટલા કેસ કર્યા હતા. હવે, નિયમાવલીના જાહેરનામા સાથે પુરવઠા તંત્રને બાયોડીઝલના વેચાણમાં ગેરરીતિ કરનારાં લોકો સામે દરોડા પાડી કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.

બાયોડીઝલના નામે ભળતાં પેટ્રોલિયમ પદાર્થના વેચાણ અંગેની ફરિયાદો મળતાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના સંયુક્ત સચિવ તુષાર એમ ધોળકિયા દ્વારા તા. 28 જુલાઈએ પરિપત્ર જારી કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારના પરિપત્ર અનુસાર બાયોડીઝલના નામે ભળતા પદાર્થનું વેચાણ બંધ કરાવવા સૂચના બહાર પાડવામાં આવી છે.

હાલમાં આ પ્રકારનું અનઅિધકત વેચાણ અટકાવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અન્ય કોઈ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી બાયોડીઝલ (બી-100) રિટેઈલ આઉટલેટ મારફત સીધા છૂટક વેચાણની મંજૂરી આપવાની બાબતને જાહેર હિતમાં હંગામી ધોરણે સૃથગિત રાખવામાં આવે છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ બાયોડીઝલના ફક્ત અિધકૃત ઉત્પાદકો પાસેથી જ નિયમોનુસાર બાયોડીઝલ ખરીદીને બી.આઈ.એસ.ના નિયત માપદંડો અન ેનિયત બ્લેન્ડિંગ લિમિટ મુજબ એટ કોર્સ બ્લેન્ડિંગ કરી પોતાના અિધકૃત ડીલર્સ મારફત હાઈસ્પિડ ડીઝલ તરીક ેવેચાણ કરી શકે છે.

પરિપત્ર મુજબ, શુધૃધ બાયોડીઝલ (બી-100:નું ઉત્પાદન કોઈ વ્યક્તિ, સંસૃથા, કંપની કરી શકે છે પણ આ માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી અને અન્ય મંજૂરીઓ લેવી આવશ્યક છે. ઉત્પાદકોએ નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે. ઉત્પાદિત બાયોડીઝલ (બી-100) ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ડીઝલ સાથે બ્લેન્ડિંગ માટે કરી શકશે. ઔદ્યોગિક વપરાશકર્તાઓને બાયોડીઝલનું વેચાણ કરી શકશે.

અિધકૃત ઉત્પાદકોને તેમના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણના જથૃથાની તમામ વિગતો નિયમિત ધોરણે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને મોકલી આપવાની રહેશે. અનઅિધકૃત વેચાણ, અનઅિધકૃત ખરીદી, ભેળસેળ ઈત્યાદિ બાબતોના નિયમો બનાવવામાં આવતાં હવે બાયોડીઝલના નિશ્ચિત વપરાશ સિવાયના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરાશે. હવેથી કોઈપણ વ્યક્તિ ગ્રાહક, ડીલર, ટ્રાન્સપોર્ટર બાયોડીઝલનો ઉપયોગ કરી શકશે નહીં.

પુરવઠા તંત્રને દરોડા પાડી કાર્યવાહી કરવા ઉપરાંત જડતી લેવા અને જથૃથો કબજે લેવાની સત્તા પણ આપવામાં આવી છે. રાજ્યસાત કરાયેલા ભેળસેળવાળા પેટ્રોલિયમ પદાર્થ (નકલી બાયોડીઝલ)નો નિકાલ જોખમી કદડો ગણીને સરકારી તંત્ર દ્વારા કરાશે. હવેથી, બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલિયમના વેચાણ કરનારાં સામે કડક પગલાં ઉપરાંત બાયોડીઝલના છૂટક વેચાણ પર પ્રતિબંધ અમલી બન્યો છે.

કેન્દ્ર સરકારના જાહેરનામાની છટકબારી શોધી 3000 સ્થળે નકલી બાયોડીઝલ વેચાતું હતું

ગુજરાતમાં બાયોડીઝલના છૂટક વેચાણને હજુ મંજુરી આપવામાં આવી નથી પરંતુ કેન્દ્ર સરકારના જાહેરનામામાંથી છટકબારી શોધી ગુજરાતમાં ત્રણેક હજાર સૃથળે નકલી બાયોડીઝલ વેચવામાં આવતું હતું. ગુજરાતમાં બાયોડીઝલ વેચાણના આઉટલેટને મંજુરી આપવાનો મુદ્દો વિચારાધીન હતો તેવા સમયે ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા હવે પુરવઠા તંત્રને મુખ્ય કામગીરી સોંપાઈ છે. પોલીસ તંત્રએ અત્યાર સુધીમાં 500 જેટલી ફરિયાદો નોંધી કાર્યવાહી કરી છે. બાકીના ગેરકાયદે વેચાણકેન્દ્રો બંધ થઈ ગયાં છે.

પાંચ અલગ-અલગ ખાતાંની ંકાર્યવાહીનું સંકલન સાધવા સ્ટેટ લેવલ કમિટી બનાવાઈ

ગુજરાતમાં બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ અટકાવવા માટે પુરવઠા તંત્રને દરોડા પાડવાની સત્તા આપવામાં આવી છે. પરંતુ, બાયોડીઝલ સત્તાવાર ઈંધણ નથી એટલે તેનું વેચાણ ગેરકાયદે ગણાય એટલે પોલીસ તંત્ર ઉપરાંત ઉદ્યોગોમાં વપરાશ અને તેમાંથી ગેરકાયદે વેચાણ તપાસવા ઉદ્યોગ વિભાગ, પ્રદૂષણ અટકાવવા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગેરકાયદે વેચાણ પ્રવૃત્તિથી  સરકારને ટેક્સની આવકના નુકસાન માટે વેટ (જીએસટી) તંત્ર પણ કાર્યવાહીમાં સામેલ થયું છે. આ તમામ ખાતાંઓ વચ્ચે સંકલન માટે સ્ટેટ લેવલની કમિટી બનાવવામાં આવી છે. અત્યારે તો, ગૃહવિભાગના તાબામાં પોલીસ અને એટીએસ બાયોડીઝલ કૌભાંડના મૂળ સુધી પહોંચવા સક્રિય છે.

Tags :