Get The App

પર્યાવરણ દિન નિમિત્તે લેવાયેલી ચિત્ર અને પોસ્ટર સ્પર્ધાનું પરિણામ જાહેર

ચારે કેટેગરીમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

Updated: Jul 5th, 2021

GS TEAM

Google News
Google News
પર્યાવરણ દિન નિમિત્તે લેવાયેલી ચિત્ર અને પોસ્ટર સ્પર્ધાનું પરિણામ જાહેર 1 - image

વડોદરા: પર્યાવરણ દિન નિમિત્તે વિવિધ થીમ હેઠળ ઓનલાઈન ચિત્ર અને પોસ્ટર સ્પર્ધા યોજાઈ હતી જેનું પરિણામ આજે જાહેર થતા વિવિધ કેટેગરી હેઠળ ૨૩ વિદ્યાર્થીઓ વિજેતા થયા છે.

ઈકોસિસ્ટમના રિસ્ટોરેશનમાં પડકારો, ક્લિન અને ગ્રીન એન્વાર્યમેન્ટ જેવા વિષય પર ધો.૧થી કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ  લીધો હતો. જેમાં પોસ્ટર મેકિંગમાં વિદ્યાર્થીઓએ 'વૃક્ષો સાથે પસાર કરેલો સમય ક્યારેય વ્યર્થ જતો નથી, જો તમારી આસપાસના વિસ્તારને સાફ ન કરી શક્તા હોય તો કંઈ નહીં પણ તેને વધુ તો ના જ બગાડવો જોઈએ' જેવા સૂત્રો લખ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સોક્લીન તેમજ નવરચના યુનિ.દ્વારા યોજાઈ હતી.