Get The App

વડોદરાઃ દીપક ઓપન એર થિયેટર નકામું પડી રહેતા અતિથિ ગૃહ તરીકે ઉપયોગ શરૂ કરવા માગણી

- થિયેટરમાં રીનોવેશનના સાડા પાંચ કરોડના ખર્ચ સામે ચાર વર્ષમાં 15,000ની જ આવક થઈ

Updated: Feb 2nd, 2020

GS TEAM

Google News
Google News
વડોદરાઃ દીપક ઓપન એર થિયેટર નકામું પડી રહેતા અતિથિ ગૃહ તરીકે ઉપયોગ શરૂ કરવા માગણી 1 - image

વડોદરા, તા. 2 ફેબ્રુઆરી 2020, રવિવાર

વડોદરા શહેરની મધ્યમાં આવેલા દીપક ઓપન એર થિયેટરનો કોઈ ઉપયોગ થતો નથી અને નકામું પડી રહ્યું છે. આવક કરતાં ખર્ચ વધુ થાય છે જેથી તેનો અતિથિગૃહ તરીકે ઉપયોગ શરૂ કરવા માગણી થઇ છે.

કોર્પોરેશનના વોર્ડ નંબર 13માં મદનઝાંપા રોડ આઝાદ મેદાનમાં ખુલ્લા કોમન પ્લોટમાં વડોદરા કોર્પોરેશન દ્વારા દીપક ઓપન એર થિયેટરનું 5:30 કરોડના ખર્ચે રિનોવેશન કરાયું હતું. વર્ષ 2015માં 20મી ઓગસ્ટે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. દિપક થિયેટરના લોકાર્પણ કર્યાંને સાડા ચાર વર્ષનો સમય વીતી ગયો છે અત્યાર સુધી ફક્ત ચાર કાર્યક્રમ થયા છે.

વર્ષ 2016 અને 17મા ત્રણ કાર્યક્રમો થયા હતા અને તેની આવક રૂપિયા 9099 મળી હતી જ્યારે વર્ષ 2017 અને 18 એક જ કાર્યક્રમ થયો હતો અને તેના રૂપિયા 5900 મળ્યા હતા એટલે કે અત્યાર સુધી માત્ર ચાર કાર્યક્રમની આવક રૂપિયા 14,999 થઈ છે જેની સામે લાઈટ બિલનો ખર્ચ જોઈએ તો વર્ષ 2015 અને 16માં રૂપિયા 17,851 વર્ષ 2016 અને 17માં રૂપિયા 45,603 અને વર્ષ 2018 અને 19માં રૂપિયા 13,550 થયો છે.

વડોદરાઃ દીપક ઓપન એર થિયેટર નકામું પડી રહેતા અતિથિ ગૃહ તરીકે ઉપયોગ શરૂ કરવા માગણી 2 - imageલાઈટ બિલ પાછળ જ રૂપિયા 1,21,162 ખર્ચ થયો છે ટૂંકમાં આવક કરતા જાવક ઘણી થઇ છે પણ આ થીયેટરનો ઉપયોગ થતો નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેનો અતિથિ ગૃહ તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે. આ વોર્ડમાં કોઈ અતિથિગૃહ નથી. વિસ્તારના સ્થાનિક લોકોને શુભ પ્રસંગો માટે અતિથિગૃહ નહીં હોવાથી ખૂબ તકલીફ પડે છે.

આ વિસ્તારના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કહ્યું છે સ્થાનિક રહીશોની પણ માગણી છે કે બિન ઉપયોગી પડી રહેલા આ થિયેટરનો અતિથિ ગૃહ તરીકે ઉપયોગ કરવામાં આવે તો લોકોને એક સુવિધા મળી શકે તેમ છે.

અત્રે એ નોંધનીય છે કે થોડાક સમય અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ આ થિયેટરની મુલાકાતે ગયા હતા અને તેનો અતિથિગૃહ તરીકે ઉપયોગ થઇ શકે તે માટે કેટલીક તોડફોડ કરવા કહ્યું હતું. 4 ફૂડ સ્ટોલ પૈકી તોડીને ગાર્ડનના ભાગમાં 2 ફૂડ કાઉન્ટર બનાવવા અને સ્ટેજની પાછળના ભાગમાં કિચન બનાવવા સૂચવતા તેને ધ્યાનમાં રાખીને અતિથિ ગૃહ તરીકે ઉપયોગ થઇ શકે તે માટે તોડફોડ કરી બાંધકામ કરવામાં આવશે.


Tags :