રેરા ટ્રિબ્યુનલમાં ત્રણ માસમાં ભરતી થશે : સરકાર
રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું
ખાલી જગ્યા પર નિમણૂક માટે રિટ કરાઇ હતી
અમદાવાદ,
મંગળવાર
ગુજરાત રેરા એપલેટ ટ્રિબ્યુનલમાં ચેરમેન અને ટેકનિકલ સભ્યની
ખાલી જગ્યાના કારણે કેસોનો ભરાવો થઇ રહ્યો હોવાની ફરિયાદ કરતી જાહેર હિતની રિટ
ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે ાજે સોગંદનામું રજૂ
કર્યું હતું કે હાલ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને ત્રણ મહિનાની સમયમર્યાદમાં આ
પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. આ રજૂઆત ધ્યાને લઇ કોર્ટે રિટનો નિકાલ કર્યો હતો.
અરજદારની રજૂઆત હતી કે સપ્ટેમ્બર માસથી આ જગ્યાઓ ખાલી હોવાના કારણે ઘણાં અરજદારોને
હાલાકી પડી રહી છે અને અમુક અરજન્ટ કેસમાં અરજદારોને હાઇકોર્ટ સુધી પણ અરજી કરવી
પડે છે.