આરોગ્યલક્ષી કર્મચારીઓને કાયમી કરવા માટે રજૂઆત
મણીપુરમાં કર્મચારીઓને કાયમી કરાયા ,ગુજરાતમાં ક્યારે કરાશે
વડોદરા,ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને સમાન કામ સમાન વેતન કરાર આધારિત કામ કરતા આરોગ્ય લક્ષી કર્મચારીઓને કાયમી કરવા માટે રજૂઆત કરાઇ છે.
કર્મચારીઓએ જણાવ્યું છે કે,હાલમાં ડોક્ટર્સ, ફાર્માસિસ્ટ્સ અને અન્ય આરોગ્યલક્ષી કર્મચારીઓને ૧૧ માસના કરાર આધારિત નિમણૂંક આપવામાં આવે છે.કરારના અંતે એક દિવસની તૂટ આપીને તે જ જગ્યાએ તે જ વ્યક્તિને પુન ઃ નિમણૂંક આપવામાં આવે છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરાર આધારિત ડોક્ટરને માસિક ૪૦ હજાર અને ફાર્માસિસ્ટને ૧૨ હજાર વેતન આપવામાં આવે છે.તેઓને નિયમિત રીતે ફરજ બજાવતા સ્ટાફ જેવું જ કામ કરવાનું હોય છે.લાંબા સમય પછી કરાર આધારિત સ્ટાફને વધતી વય મર્યાદા અને સામાજિક તેમજ કૌટુંબિક જવાબદારીઓ સાથે કામ કરવાનું હોઇ અન્ય નોકરીના વિકલ્પ ઘટવા લાગે છે.કરાર આધારિત નિમણૂંક વર્ષ - ૨૦૦૫ થી કરવામાં આવી હોવાછતાંય તેઓને આજ સુધી કાયમી કરવામાં આવ્યા નથી.
જાન્યુઆરી - ૨૦૨૨ માં મણીપુરમાં તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે.તેવી જ રીતે અમને પણ કાયમી કરવા માટે વિનંતી છે.