સાયન્સસિટીમાં ટિકિટના દરમાં ઘટાડો, કોમ્બો ઓફરમાં રૂા.499
મુલાકાતીઓ માટે આનંદના સમાચાર
નવી ઓફરમાં રોબોટિક-એક્વિટીક ગેલેરી, થ્રીલ રાઇડ સહિત અન્ય આકર્ષણ નિહાળી શકાશે
અમદાવાદ : સાયન્સ સિટીમાં અવનવા આકર્ષણ નિહાળવા ઇચ્છુક મુલાકાતીઓ માટે આનંદના સમાચાર એછેકે, ટીકીટના દરમાં ઘટાડો કરાયો છે. હવે માત્ર રૂા.499માં તમામ રાઇડ,થિયેટર સહિતના આકર્ષણો નિહાળી શકાશે. અમદાવાદમાં સાયન્સ સિટી આજે આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યુ છે.
અત્યાર સુધી સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી,એકવાટિક ગેલેરી ઉપરાંત ફાઇવ ડી િથયેટર સહિતના આકર્ષણ નિહાળવા માટે મુલાકાતીઓ રૂા,900નો ખર્ચ કરવો પડતો હતો.
સાયન્સ સીટીમાં વધુને વધુ લોકો આવે અને વિજ્ઞાાનને લગતાં આકષર્ણને નિહાળે તેવા હેતુસર મેનેજમેન્ટ ટીકીટના દરમાં ઘટાડો કર્યો છે. હવે સાયન્સ સિટી જોવા માટે કોમ્બો ઓફર કરાઇ છે જેમાં માત્ર રૂા.499માં રોબોટિક-એકેવાટિક ગેલેરી સહિતના તમામ આકર્ષણ મુલાકાતીઓ નિહાળી શકશે.
મંગળવારથી શુકવાર સુધી કોમ્બો ઓફરનો લાભ મળશે. શનિવાર,રવિવાર ઉપરાંત જાહેર રજાના દિવસે ટિકીટનો દર રૂા.699 રહેશે. અગાઉ એક એક આકર્ષણ જોવા માટે પ્રત્યેક મુલાકાતીને રૂા.250ની ટીકિટ લેવી પડતી હતી. ટીકીટના દર વધુ હોવાને કારણે મુલાકાતીઓ અમુક આકર્ષણ જોવાનુ ટાળતા હતાં.
આ કોમ્બો ઓફરને લીધે સાયન્સ સિટીમાં આવનારાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે. જોકે, કોરોનાના કારણે સાયન્સ સિટીના મુલાકાતીઓમાં ઘટાડો નોંધાયો છે. હવે જયારે કોરોનાની ત્રીજી લહેરે વિદાય લીધી છે અને ટિકીટના દર ઘટાડવામાં આવ્યા છે જેથી મુલાકાતીઓની સંખ્યા વધે તેવી મેનેજમેન્ટને પણ આશા છે.