અમદાવાદ,તા.23 ડિસેમ્બર 2021,ગુરૂવાર
અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ૨,૭૬,૩૨૨ હેક્ટરમાં રવી વાવેતર થયું છે. સૌથી વધુ ધોળકા તાલુકામાં ૫૪,૧૫૦ હેક્ટર વાવેતર નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ ઘઉંનું ૧,૫૪,૮૯૭ હેક્ટરમાં વાવેતર સંપન્ન થઇ ગયું છે. ચણાનું ૫૪,૪૦૫ હેક્ટર, રાઇનું ૩,૮૦૧ હેક્ટર, જીરૂનું ૪,૯૫૦ હેક્ટર, સવાનું ૨,૫૯૦ હેક્ટર, શાકભાજીનું ૪,૮૪૧ હેક્ટરમાં વાવેતર થયું છે.
અમદાવાદમાં પિયત ધઉંનું વાવેતર ૧,૩૦,૭૮૧ હેક્ટરમાં થયું છે. જ્યારે બિન પિયત ઘઉંનું ૨૩,૯૮૫ હેક્ટરમાં વાવેતર થયું છે. બિન પિયતની વાત કરીએ તો ધોળકામાં સૌથી વધુ ૧૫,૦૨૦ હેક્ટર, ધોલેરામાં ૩,૮૦૫ હેક્ટર, ધંધૂકામાં ૪,૯૨૦ હેક્ટરમાં તેમજ બાવળામાં ૨૫૦ હેક્ટરમાં વાવેતર થયું છે. આ ઘઉંને ભાલિયા ઘઉં કહેવાય છે. જે ખાવામાં અને ગુણવત્તાની દ્રષ્ટિએ સારા હોવાથી તેની માંગ વધુ હોય છે અને ભાવ પણ ઉંચા હોય છે.
પિયત ઘઉંમાં બાવળામાં ૨૮,૯૦૦, દસક્રોઇમાં ૧૬,૮૫૦, દેત્રોજમાં ૩,૬૫૨, ધંધૂકામાં ૧,૯૦૫, ધોલેરામાં ૨,૩૧૫, ધોળકામાં ૪૮,૫૪૨, માંડલમાં ૪,૨૭૦, સાણંદમાં ૩૭,૦૨૦ અને વિરમગામમાં ૧૩,૫૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે.ચણાનું સૌથી વધુ વાવેતર ધંધૂકામાં ૨૫,૩૯૫ હેક્ટરમાં થયું છે. માંડલમાં રાઇનું સૌથી વધુ ૨,૩૫૦ હેક્ટરમાં વાવેતર થયું છે.ધંધૂકામાં ૧,૮૬૨ હેક્ટરમાં જીરૂ, ધોળકામાં ૧,૩૫૦ હેક્ટરમાં સવા અને ૧,૭૦૦ હેક્ટરમાં શાકભાજીનું સૌથી વધુ વાવેતર છે.


